Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

વાલિયાના કરસાડ ગામની ગામતળની જગ્યામાં ઉભો કરાયેલો પતરાનો શેડ દૂર કરવા માંગ

વાલિયાના કરસાડ ગામની ગામતળની જગ્યામાં ઉભો કરાયેલો પતરાનો શેડ દૂર કરવા મા

 

વાલિયા તાલુકાના કરસાડ ગામમાં ગામતળની જગ્યામાં ઉભો કરેલ પતરોનો શેડ દૂર કરવા મુદ્દે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

વાલિયા તાલુકાના કરસાડ ગામની પાણીની ટાંકી પાસે રહેતા રાજેન્દ્રસિંહ છત્રસિંહ આડમારના ઘર પાસે સરકારી જમીન આવેલ છે. જે ગામતળની સરકારી જમીન ઉપર ગામના અંબુ ઉર્ફે મહેન્દ્રસિંહ નિયોરિયાએ કબજો જમાવી ત્યાં શેડ ઉભો કરી જમીન પચાવી પાડી છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ અને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી કોઈપણ જાતના પગલાં લેવાની બદલે સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ અને ટીડીઓ દબાણકર્તાને છવાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે સાત મહિના વીતી જવા છતાં પણ કોઈપણ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી. જેને પગલે આ દબાણકર્તાને છાવરનાર ભાજપના આગેવાનો અને ગામના સરપંચના ઘર પાસે અરજદારે ઉપવાસ કરવાના બેનરો ટાંગી દેતા ચર્ચાએ જોર પકડ્યું છે.

Related posts

લક્ઝુરિયસ કારમાં દારૂની ખેપ મારતાં 3 ઝડપાયા, ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અંક્લેશ્વર તરફથી આવતી કાર ઝડપી પાડી

bharuchexpress

લ્યો બોલો ! રિક્ષા ચાલકો એ એવી માંગ કરી કે લોકો સાંભળી ને ચોકી ઉઠયા !

bharuchexpress

ભરૂચ: નગરપાલિકાના પ્રમુખ, તપોવન સંસ્કાર કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ પંડ્યા સહિત અન્ય પદાધિકારીઓ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़