Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

ભરુચ અને અંકલેશ્વરમાં ‘ભારત કો જાનો ક્વિઝ’ સ્પર્ધાના વિજેતાઓનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

ભરુચ અને અંકલેશ્વરમાં ‘ભારત કો જાનો ક્વિઝ’ સ્પર્ધાના વિજેતાઓનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાય

 

ભરૂચ અને અંકલેશ્વર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની 13 શાખાઓ પૈકી ભારત વિકાસ પરિષદ કાર્યરત છે. જેના દ્વારા સાંપ્રત સમયમાં યુવા પેઢી ભારતને જાણતી થાય તે માટે ભારત કો જાનો પ્રશ્ન મંચ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરતો કાર્યક્રમ ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેઓના હસ્તે ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સાથે જ નારાયણ વિદ્યા વિહારના આચાર્ય ડો.મહેશ ઠાકરના ઠાકરવાણી-3 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ નરેશ ઠક્કર અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ચાણક્ય વિદ્યાલય ખાતે પણ ભારત કો જાનો પ્રશ્ન મંચ અંતર્ગત યોજાયેલી ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમંત્રિત મહાનુ

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના ઉપપ્રમુખ ભાસ્કર આચાર્ય, સેવા વિભાગના ઉપપ્રમુખ કે.આર.જોશી, શાળાના ડાયરેક્ટર રશીલા પટેલ, મનીષા થાનકી, આચાર્ય સુવર્ણા પાટીલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પતિના શારીરિક ત્રાસથી પિડીતાએ ભરૂચ સખી સ્ટોપ સેન્ટરનો સહારો લીધો, કાઉન્સિલીંગ બાદ સમાધાન

bharuchexpress

ભરૂચમાં બુટલેગર માતાને પોલીસે દારૂ સાથે પકડી અને પુત્ર બન્યો છાટકો, ઘૂંટણીયે પડી બે હાથ જોડી માંગવી પડી વારંવાર પોલીસની માફી

bharuchexpress

ઝઘડિયાથી ટ્રકમાં નીકળેલો 20.97 લાખનો કોસ્ટિક સોડા મુંબઈ પહોંચે તે પહેલા ડ્રાઇવર ચોરી કરી ફરાર થયો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़