ઝઘડિયાથી ટ્રકમાં નીકળેલો 20.97 લાખનો કોસ્ટિક સોડા મુંબઈ પહોંચે તે પહેલા ડ્રાઇવર ચોરી કરી ફરાર થય
ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલી ડી.સી.એમ.કંપનીમાંથી 20.97 લાખનો કોસ્ટિક સોડા લઇ મુંબઈ ખાતે નીકળેલા ટ્રકના ચાલકે બરોબર સગેવગે કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મુંબઈના પીવીલીયન બિલ્ડીંગ ખાતે રહેતા જય વિજય નગીનદાસ મહેતા કેમિકલ ટ્રેડરનો વ્યવસાય કરે છે. જેઓ ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલી ડી.સી.એમ.કંપનીમાં મુંબઈ સુધી માલ પહોંચાડવાનો મહિનાનો કોન્ટ્રાક્ટ હોય છે. જેઓએ અંકલેશ્વરના એસ ટ્રાનર્સ ઇન્ડિયા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના માલિક સમીર અહેમદ ઉમરફૈશલ શેખનો સંપર્ક કર્યો હતો અને ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલી ડી.સી.એમ.કંપનીમાં કોસ્ટિક સોડા પ્લેક્ષ-30 મેટ્રિક ટન માટે 60 હજારનું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું.
કોસ્ટિક સોડા પ્લેક્ષ-30 મેટ્રિક ટન ટ્રક નંબર (GJ.16.A.V.3908) લઇ ચાલક અમિત મુકેશ કનેરિયા ગત તારીખ-11 ઓક્ટોબરના રોજ મુંબઈ ખાતે જવા નીકળ્યો હતો. જે બાદ ચાલકનો સંપર્ક નહિ થતા ટ્રાન્સપોર્ટના માલિકે ફરી સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને અંકલેશ્વરના એસ ટ્રાનર્સ ઇન્ડિયા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના માલિક સમીર અહેમદ ઉમરફૈશલ શેખને જાણ કરતા તેઓએ તપાસ કરતા ટ્રક ચીખલીની સહયોગ હોટલ પાસેથી ખાલી હાલતમાં મળી આવી હતી. જેથી ટ્રકના ચાલકે તમામ 20.97 લાખનો મુદ્દામાલ સગેવગે કરી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.