Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા

આગુનાના કામે આરોપી રાકેશભાઈ ઝવેરભાઈ વસાવા તથા આરોપી રાકેશભાઈ વિનોદભાઈ વસાવા બંને શાળા બનેવી થાય છે હત્યાનો ભોગ બનનાર જીગરભાઈ ને આરોપી રાકેશભાઈ ઝવેરભાઈ વસાવાની પત્ની સાથે એક વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો જે બાબતે આ બંને આરોપીને હત્યાનો ભોગ બનનાર જીગર તથા રાકેશ ની પત્ની સાથેના પ્રેમ સંબંધની જાણ થતાં અવારનવાર જીગરને સમજાવેલ તથા જીગર અને આરોપીઓ વચ્ચે અવારનવાર ઉપરોક્ત બાબતે ઝઘડા પણ થયેલ હોય તેમ જ દસ દિવસ પહેલા આરોપી રાકેશભાઈ ની પત્નીની છેડતી પણ કરેલ હોય જેથી બંને આરોપીઓએ મરણ જનારા જીગર ને મારવાનું નક્કી કરી કાવતરા મુજબ આરોપી રાકેશ વિનોદભાઈ વસાવા ના ઓએ મરણ જનારને એસએસ ની પાઇપ ચોરી કરેલ છે જે વેચવા માટેનું કહી આ એસએસ ની પાઇપ ઉમર વાડા શેરડીના ખેતરમાં મુકેલ છે જે લેવા માટે પોતાની બાઈક ઉપર બેસાડી બનાવ વાળી જગ્યાએ ખેતરમાં લઈ આવેલ ત્યારબાદ કાવતરાના ભાગરૂપે આરોપી રાકેશ ઝવેરભાઈ વસાવા અગાઉથી જ બનાવ વાળી જગ્યાએ હાજર હોય બંને આરોપીઓ તથા સહ આરોપી દ્વારા મરણ જનારને જમીનમાં પછાડી ચપ્પુના તીક્ષણ હથિયાર વડે માર મારી શરીરના ભાગે ગંભીર ઇજાઓ કરી હતી હત્યા કરી નાસી છૂટેલ હોય

 

 

 

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ ચૌહાણ તથા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન ના આધારે હત્યા કરનાર આરોપી રાકેશ ઝવેરભાઈ વસાવા અને આરોપી રાકેશ ઉર્ફે રોની વિનોદભાઈ વસાવા અંકલેશ્વર શહેર વિસ્તારના સુરતી ભાગોળ ખાતેથી ગુનામાં વપરાયેલ હથિયાર તથા વાહન તેમજ ભોગ બનનારના મોબાઇલ સાથે ધરપકડ કરી હસ્તગત કરવામાં આવેલ હોય અને આ હત્યામાં બીજા કોઈ આરોપીઓની સંડવણી છે કે નહીં? જે બાબતની તપાસ અને આરોપીઓને પાનોલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે

 

 

પકડાયેલા આરોપીઓના નામ

 

1. રાકેશભાઈ ઝવેરભાઈ વસાવા

 

2. રાકેશભાઈ ઉર્ફે રોની વિનોદભાઈ વસાવા

 

કબજે કરેલ મુદ્દા માલ

 

બજાજ કંપનીનું એવેન્જર મોપેડ 1

વીવો કંપનીનો મોબાઇલ નંગ 1

Samsung કંપનીનો કીપેડ મોબાઇલ નંગ 1

ચપ્પા જેવું સ્ટેશન સાચી નંગ 1

 

પોલીસે કુલ 55,600 નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

Related posts

CAE મીડિયા ગ્રુપ દ્વારા ઉમ્મીદ ગ્રુપના પ્રમુખ રિયાઝ ભાઈ નું ‘ધ એવોર્ડ ઑફ એક્સિલેન્ટ વર્ક ‘ નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

bharuchexpress

ભરૂચના વેજલપુરમાં મુખ્ય માર્ગ ખખડધજ બન્યો, સ્થાનિકોએ આક્રોશ સાથે રસ્તાનું સમારકામ કરવા રજૂઆત કરી

bharuchexpress

ભરુચ: પત્રકાર એકતા સંગઠનનો જિલ્લાનો સ્નેહ મિલન સંમેલનનો કાર્યક્રમ માહિતી વિભાગના પટાંગણમાં યોજાયો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़