પાનોલી પોલીસે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો શોધી બે ઈસમોને ઝડપી પાડ્ય
પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ તારીખ 18 10 2022 ના રોજ કોમ્બિંગ નાઈટ અનુસંધાને બાકરોલ બ્રિજ નીચે વાહન ચેકિંગમાં હાજર હતા તે દરમિયાન એક રિક્ષાચાલક પોતાના કબજા માની રીક્ષા અંકલેશ્વર તરફથી હંકારી લાવતા તેને રોકી તેમાં બે ઈસમો હાજર હોય જે ઓટો રીક્ષા જોતા જેની આગળ પાછળની નંબર પ્લેટ લગાવેલ ના હોય ત્યારબાદ પોલીસે બંને ઇસમો પાસે ઓટો રીક્ષા બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય પોલીસે રિક્ષા બાબતે બંને ઈસમોને પૂછ પરછ કરતા સદર ઓટો રીક્ષા કડોદરા શ્રી નિવાસ સોસાયટી મકાન નંબર 285 ની આગળ પાર્ક કરેલ હતી ત્યાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય જે બંને ઈસમો તથા અન્ય મુદ્દા માલ આરોપીઓ પાસેથી કબજે કરી બંને ઈસમો વિરુદ્ધ સીઆરપીસી કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
પકડાયેલ આરોપી
1. રાહુલ અશોકભાઈ ગામીત
2. મુસ્તુફા ખાન ફકીરા ખાન પઠાણ
કબજે કરેલ મુદ્દા માલ
મોબાઈલ નંબર 2 કી.રૂ. 4000
બજાજ કંપનીની ઓટો રીક્ષા
કી.રૂ. 1,50,000