Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

વાગરા તાલુકાના કડોદરા ગામે ગામ પંચાયત માં ગામ સભાની કડોદરા ગામ લોકો ને જાન નથી કરવા માં આવી કડોદરા ગામ ના લોકો આક્ષેપો

વાગરા તાલુકાના કડોદરા ગામે ગામ પંચાયત માં ગામ સભાની કડોદરા ગામ લોકો ને જાન નથી કરવા માં આવી કડોદરા ગામ ના લોકો આક્ષેપો

વાગરા તાલુકાના કડોદરા ગામે કડોદરા ગામ પંચાયત માં ગામ સભાની કડોદરા ગામ લોકો ને જાન નથી કરવા માં આવી તેવા કડોદરા ગામ ના લોકો આક્ષેપો કરી રહ્યા છે. 17 તારીખ ના રોજ કડોદરા ગામ પંચાયત માં ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કડોદરા ગામ ના લોકો ને કડોદરા ગામ પંચાયત ના તલાટી શ્રી રમેશભાઈ અને કડોદરા ગામ પંચાયત ના સરપંચ શ્રી યોગેશભાઈ રણજિત ભાઈ ગોહિલ દ્વારા કડોદરા ગામ ના લોકો ગામ સભાની જાન ગામ લોકો ને નથી કરવામાં આવી તેવા આક્ષેપો સાથે કડોદરા ગામ ના લોકો આજે 18 તારીખ ના રોજ કડોદરા ગામ પંચાયત એ પહોંચ્યા હતા. અને કડોદરા ગામ પંચાયત ગામ સભાની જાન કરવા માં આવી નથી અને કડોદરા ગામ ના તલાટી અને સરપંચ શુ તથ્ય છુપાવી રહ્યા છે તેવા નાદ સાથે કડોદરા ગામ પંચાયત ગુંજી ઉઠી હતી.હવે વાત કરીયે 17 તારીખે થયેલ ગામ સભા ની તો કડોદરા ગામ પંચાયત ની ગામ સભા 17 તારીખે 11:30 કલાકે ગામ પંચાયત કડોદરા ખાતે રાખવામાં આવેલ હતી. ગામ સભામાં એક જાગૃત નાગરિક દ્વારા પૂછવા માં આવ્યું હતું કે ગામ સભા છે તો ગામ સભામાં કડોદરા ગામ ના લોકો કોઈ કેમ દેખાતા નથી તો તલાટી દ્વારાજણાવ્યું હતું કે મે કડોદરા ગામ પંચાયત ના સભ્યો ને જાન કરેલ છે. અને થોડી વાર પછી કડોદરા ગામ પંચાયત ના 4 સભ્યો અને 2 વડીલો આવ્યા હતા. અને સરપંચ ની અધ્યક્ષતા માં ગામ સભાની શરૂઆત કરી હતી. અને ગામ સભા માં પ્રથમ પ્રશ્ન જાગૃત નાગરિક દ્વારા પૂછવા માં આવ્યું હતું કે આ ગામ સભાની જાન તમે ગામ લોકો ને ગામ પંચાયત દ્વારા કરવા માં આવી છે કે કેમ કારણકે ગામ સભામાં માત્ર ગામ પંચાયત ના 4 સભ્યો સિવાય માત્ર ગામ ના 2 જ વડીલો આવ્યા હતા. તેમાં થી એક વડીલ એ તલાટી ને જણાવ્યું હતું કે ગામ સભા રાખવી હોય તો 2-3 દિવસ પહેલા ગામ સભાના એજન્ડા નક્કી કરી જાહેર સ્થળો ઉપર તેના પોસ્ટરો ચોટાડવા પડે અને ગામ માં જાન કરવી પડે તો તમે તલાટી સાહેબ આવુ કેમ નથી કર્યું. ત્યારે તલાટી સાહેબ એ જણાવેલ કે ગઈકાલેજ ઉપર ની ઓફિસે થી મેસેજ આવેલ છે.પરંતુ જાગૃત નાગરિક દ્વારા વાગરા TDO ઓફિસે થી જાણકારી મેરવેલ ત્યારે વાગરા TDO ઓફિસ દ્વારા જણાવેલ કે કડોદરા ગામ પંચાયત ના ગામ સભાના મેસેજ 12 તારીખે તમારા તલાટી ને ફોરવર્ડ કરી દીધેલ છે.આ મેસેજ તલાટી સાહેબે ગામ સભામાં હાજર ગામના વડીલો તેમજ ગામ પંચાયત ના સભ્યો અને સરપંચ ની સામે તેમના મોબાઈલ માં બતાવતા ગામસભા માં હાજર લોકો 12 તારીખ નો TDO સાહેબ ની ઓફિસ નો મેસેજ વાચી ને ચોકી ઉઠ્યા હતા. અને હાજર ગામ ના જાગૃત નાગરિક દ્વારા તલાટી ઉપર આક્ષેપો કર્યા હતા કે તમે જો ગામ સભામાં આટલુ જુઠ્ઠું બોલો છો અને સત્ય છુપાવો છો તો ગામ પંચાયત ના વહીવટ માં કેટલું સત્ય છુપાવતા હસો તેવા આક્ષેપો કર્યા હતા. ત્યારે તલાટી સાહેબ પોતાના સ્વ બચાવ માટે ગોળ ગોળ વાતો કરી ને સરપંચ નો સહારો લેતા હતા પરંતુ સત્ય હકીકત બહાર આવતા સરપંચ દ્વારા જણવ્યું કે તલાટી સાહેબ આ તમારી ભૂલ છેગામ લોકો ને જણાવવું જોઈએ એ તમારી ફરજ માં આવે છે. અને 14 તારીખ ના રોજ પંચાયત દ્વારા જે ગામ સભાના એજન્ડા બહાર પડ્યા હતા તેની જોગવાય પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ અને ગામ માં તમારે જણાવવું જોઈએ આ ગામ સભા ખાલી ફોર્માલિટી માટે થઈ હોય તેમ લાગે છે તેમ કડોદરા ગામ ના સરપંચ એ ગામ સભામાં જણાવ્યું હતું.

            આજ રોજ તારીખ 18 ના રોજ કડોદરા ગામ માં 17 તારીખ ના રોજ જે કડોદરા ગામ માં ગામ સભા થઈ હતી તેની ચર્ચા એ જોર પકડ્યું હતું તો આજ રોજ કડોદરા ગામ ના જાગૃત યુવાનો દ્વારા કડોદરા ગામ પંચાયત પર જય ને ગઈ કાલે જે ગામ સભા થઈ હતી તેનો વિરોધ કર્યો હતો અને લોકો ને જાન કરીને બીજી વાર ગામ સભા થાય તેમ ગામ ના જાગૃત યુવાનો દ્વારા તલાટી શ્રી ને જણાવ્યું હતું. તો હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા તલાટી ની ઘોર બેદરકારી ઉપર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવ સે.

Related posts

અંકલેશ્વરની સજ્જન ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ:બે કામદારોને ઇજાઓ થતા સરવાર હેઠળ ખસેડાયા

bharuchexpress

ભરૂચમાં આહિર સમાજના ખેલાડીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચોજાઈ, જિલ્લામાંથી 32 ટીમોએ ભાગ લીધો

bharuchexpress

કંબોડીયા ગામે વીજલાઇનમાં શોર્ટસર્કિટથી શેરડી બળીને ખાખ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़