ભરૂચ LCBની ટીમે સેંગપુર નવી નગરીમાં પાનના ગલ્લાની આડમાં દારૂનું વેચાણ કરતા એક ઇસમને ઝડપ્યો; એક વૉન્ટેડ જાહેર કરાયો
ભરૂચ LCB પોલીસે બાતમીના આધારે સેંગપુર ગામની નવી નગરીમાં પાનના ગલ્લાના ઉપરના માળે દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતાં એક ઈસમને ઝડપી પાડ્યો છે. જ્યારે મુખ્ય આરોપીને વૉન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ દીવાળીના તહેવારો નિમિત્તે અંકલેશ્વર રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે સમય દરમિયાન માહિતી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં આવેલી નવી નગરી ખાતે હિરેન મહેશભાઈ વસાવા નામનો ઈસમ તેના પાનના ગલ્લાના ઉપરના માળીયા પર દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે માહિતીવાળા સ્થળે રેઇડ કરી હતી. તે સમયે પોલીસે ગલ્લા ઉપર હાજર નવીન છત્રભાઈ વસાવાને ઝડપી પાડીને તેની પાસેના મીણીયાના થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળીને કુલ બોટલ નંગ 18 કિંમત રૂપિયા 2100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસે નવીનને દારૂ અંગે પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો હિરેન મહેશભાઈ વસાવાનો હોવાનું.જણાવ્યું હતું.જેના આધારે પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પડવાના ચક્રોગતિમાન કર્યા છે.