



અંકલેશ્વર નગર પાલિકા કર્મીઓની બીજા દિવસે પણ હડતાળ યથાવ
અંકલેશ્વર નગર પાલિકા ખાતે બે દિવસથી ચાલી રહેલી નગરપાલિકાના કર્મચારીઓ રોજિંદી નગરપાલિકા કચેરી ની કામગીરી થી વેગળા થતાં પાલિકા કચેરી ખાતે સન્નાટો વ્યાપી ગયો છે.ત્યારે નગરપાલિકા કચેરી ખાતે પ્રજાકીય કામો સદંતર ઠપ થતાં પોતાના કામને લઈને આવતા અને હડતાળના પગલે ધરમ ધક્કા ખાઈ પરત ફરતા નગરજનો વિના મોઢે પરત ફરતા નજરે પડ્યા હતા.
જેમાં મંગળવારે પણ બીજા દિવસ સુધી કોઈ પણ જાતનો હડતાલ બાબતે નિવેડો ન લાવી નગરપાલિકા તંત્રએ કર્મચારી અચોક્કસ મુદ્દતની હડતાળ ને અવગણી તેમની માંગણી બાબતે કોઈ ચોક્કસ પગલાં ન ભરતા અને આ બાબતે કોઈ બાહેધરી આપવા કે વાતચીત કરવા ન આવતા હડતાળના બીજા દિવસે પણ નગરપાલિકાના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ નગરપાલિકા કચેરી બહાર બીજા દિવસે પણ યથાવત રહેવા પામી છે. આ હડતાલમાં પાલિકાના વિપક્ષના સભ્યોએ તેને સમર્થન આપી અને કર્મચારીઓની સાથે કચેરી બહાર બેઠા હતાં. વિપક્ષે પાલિકાના કર્મચારીઓ પડતર માંગણીઓ સ્વીકારવા સરકાર અને તંત્ર આગળ આવે તેવી પણ માંગ કરી હતી.