Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

દિવાળીમાં 1.25 ટકા વધારે ભાડા સાથે એકસ્ટ્રા ટ્રીપો

દિવાળીમાં 1.25 ટકા વધારે ભાડા સાથે એકસ્ટ્રા ટ્રીપો

કોરોનાની મહામારી બાદ દિવાળીના તહેવારની રંગત પુરબહારમાં ખીલી ઉઠી છે. દિવાળી કરવા માટે લોકો તેમના વતન જઇ રહયાં હોવાથી તેમની સુવિધા માટે એસટી વિભાગ તરફથી એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભરૂચના જીએનએફસી ડેપો તથા અંકલેશ્વર જીઆઇડીસી ડેપો ખાતેથી હાલ રોજની 10 થી 30 જેટલી એકસ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યો છે. અહીંયા બાંધકામ સહિતના અનેક મોટા પ્રોજેકટ ચાલી રહયાં છે.જિલ્લામાં દાહોદ,ગોધરા ઉપરાંત મધ્યપ્રદેશ તરફના હજારો શ્રમજીવીઓ અહીંયા રોજગારી કરવા આવતા હોય છે.

ત્યારે માદરે વતનમાં જવા માંગતા મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન શરૂ કરાયું છે. હાલ ભરૂચ જીએનએફસી તથા અંકલેશ્વર જીઆઇડીસી ડેપો ખાતેથી હાલ રોજની 10 થી 30 જેટલી એકસ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી રહી aછે.જેમાં પંચમહાલ અને દાહોદ,ગોધરા,અમદાવાદ,ઉત્તર ગુજરાત તરફ બસો દોડાવવામાં આવી રહી છે.

એસટી તંત્રને પર્વ દરમિયાન વધુને વધુ આવક થાય તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. એસટી નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં બસોની સંખ્યા વધારાશે. એકસ્ટ્રા ટ્રીપોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ટકા ભાડુ વધારે લેવામાં આવશે.

Related posts

ભરૂચ ખાતે શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલાં ૬૫ જેટલા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતા મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ એનાયત કરાયા

bharuchexpress

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ સીટી સેન્ટરમાં સાવરીયા ઓર્ગેનિક નામની કાચી ધાણીનુ તેલ ના વેચાણ ની શોપ નુ શુભારંભ કરવામાં આવ્યું 

bharuchexpress

કલેકટર શ્રી તુષારભાઈ સુમેરા હાંસોટ તાલુકાના વમલેશ્વર અને કતપોર ગામ ના મતદાન મથકોની મુલાકાત લીધી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़