



વાલિયા તાલુકામાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં ૧૦૦ બટાલિયન અને સ્થાનિક પોલીસ દ્વારા ફલેગમાર્ચનું આયોજન કરાયું હતું.
વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ હેતુથી રેપીડ એકશન ફોર્સ અને 100 બટાલિયન દ્વારા ભરૂચ જીલ્લામાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વાલિયા તાલુકામાં વાલિયા અને વાગલખોડ ગામમાં 100 બટાલિયન અને સ્થાનિક પોલીસ દ્વારા ફલેગમાર્ચનું આયોજન કરાયું. જેમાં સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી અને સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફરી વિસ્તારનો ચિત્તાર મેળવ્યો હતો. આ ફલેગમાર્ચે લોકોમાં આશ્ચર્ય જન્માવ્યું હતું.