નેત્રંગ તાલુકાના કબીર ગામમાં રહેતા ખેડૂતના મકાનને તસ્કરોએ નિશાન બનાવી તલ વેચાણમાંથી મળેલ રોકડા 1.93 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મૂળ સુરતના અને હાલ નેત્રંગ તાલુકાના કબીર ગામમાં રહેતા ચતુર પોપટ વેકરિયા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ-15મી ઓક્ટોબરના રોજ રાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તેઓના મકાનના પાછળના દરવાજાની જાળી તોડી સ્ટોર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ખેડૂતે તલના વેચાણના રોકડા રૂપિયા 1.93 લાખની રકમ કબાટમાં મુકેલ હતી. જે તમામ રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે ખેડૂતે નેત્રંગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.