Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચની પીઝા શોપમાં ગ્રાહકે સૂપ તીખું હોવાની ફરિયાદ કરી તો મેનેજર સહિતના કર્મચારીઓએ માર માર્યો, મેનેજરે પણ ફરિયાદ કરી

ભરૂચના લીક રોડ ઉપર આવેલ વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપ તીખું હોવાના મામલે માથાકૂટ થતા કર્મચારીઓ સહીત પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના સોનેરી મહેલ સર્કલ પાસે આવેલ ગોલવાડ ખાતે રહેતા કૃશાંગ શશીકાંત રાણા તેના કુંટુંબી ભત્રીજા ધ્રુવીક રાજેશ રાણા,હિમાંશુ રાજેશ રાણા,હેયાંગ શાહ,મિત્ર ભાવિન વણકર,સ્વયંમ શાહ અને રુશીલ શાહ તેમજ માનવ સાથે ભત્રીજા ધ્રુવીકના જન્મ દિન નિમિત્તે ભરૂચના લીક રોડ ઉપર આવેલ વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. જેઓએ સ્ટાટર્સ અને ચાઇનીઝ સૂપનો ઓર્ડર આપ્યો હતો. સૂપ આવતા તે તીખું હોવાથી તેને પરત લઇ જવા કહી ઓછું તીખું આપવા કહ્યું હતું. જે બાદ ઘણો સમય વીતી ગયા બાદ સૂપ આવતા તેને પરત લઇ જવા કહેતા જ રેસ્ટોરન્ટના બે કર્મચારીઓ પ્લેટો લઈને આવી ગેરવર્તણૂક કરી હતું. જે યુવાનોએ પીઝા ખાવાનું માંડી વાળી કર્મચારીઓના વર્તન અંગે મેનેજરને કહેવા જતા મેનેજરે તમે અમારા કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હોવાનું કહી ગુસ્સે થઇ ગયેલ અને યુવાનોને ધક્કો મારતા આઠ જેટલા કર્મચારીઓ યુવાનો પર તૂટી પડ્યા હતા અને મારામારી કરી હતી. આ મારામારીમાં કૃશાંગ રાણા, હેયાંગ શાહ અને સ્વયંમ શાહને ઈજાઓ પહોંચી હતી.ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જયારે સામે પક્ષના વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટના આસિસ્ટન્ટ મેનેજર માન બહાદુર વિજયકુમાર શારકી એ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર આશરે 10 વાગ્યાના અરસામાં ૬ મોટા અને બે નાના છોકરાઓ જમવા આવ્યા હતા.જેઓએ ચાઇનીઝ સૂપ અને સ્ટાટર્સ મંગાવ્યું હતું કર્મચારી ગણેશ મંડલ ચાઇનીઝ સૂપ આપવા ગયો હતો જે સૂપ તેઓને તીખું લાગતા તેને પરત કરી અન્ય કર્મી દીપક સુનાર આપવા ગયો હતો જેને સૂપ પરત લઇ જવાનું કહી એક યુવાને અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને સૂપ નથી પીવું જેથી કર્મચારી ટેબલ ઉપર પ્લેટ ગોઠવતો હતો તે વેળા કોલ્ડ્રીંકની બોટલ હલી જતા ફરી અપશબ્દો ઉચ્ચારતા કર્મચારીએ આસિસ્ટન્ટ મેનેજર માન બહાદુર વિજયકુમાર શારકીને કહેતા તેઓ યુવાનોને ગેરવર્તન નહિ કરવા કહેવા જતા તેઓએ માથાકૂટ કરી હતી અને અન્ય ઇસમોને બોલાવી મારામારી કરી હતી આ મારામારીમાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી મારામારી અંગે એ ડીવીઝન પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Related posts

કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતી ખનન થતાં ભુસ્તર વિભાગની GPS માપણી

bharuchexpress

ભરૂચમાં બુટલેગર માતાને પોલીસે દારૂ સાથે પકડી અને પુત્ર બન્યો છાટકો, ઘૂંટણીયે પડી બે હાથ જોડી માંગવી પડી વારંવાર પોલીસની માફી

bharuchexpress

ભરુચ અને અંકલેશ્વરમાં ‘ભારત કો જાનો ક્વિઝ’ સ્પર્ધાના વિજેતાઓનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़