Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

અંકલેશ્વરમાં આગામી 3 દિવસમાં 25 હજારથી વધુ લાભાર્થીઓને 5 લાખનું વીમા કવચ મળશે

અંકલેશ્વરમાં આગામી 3 દિવસમાં 25 હજારથી વધુ લાભાર્થીઓને 5 લાખનું વીમા કવચ આગામી એક વર્ષ માટે મળનાર છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની વિતરણ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં કરાયો હતો. જેનો કાર્યક્રમ અંકલેશ્વર શહેરના મા શારદા ભવન ખાતે અંકલેશ્વરના ધારાસભ્યની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર ખાતે આવેલા મા શારદા ભવન ટાઉન હોલ ખાતે બપોરે 3 કલાકે અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજનાનો પ્રારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી. જે યોજનાના લાભાર્થીઓને ઘર આંગણે જ કાર્ડ મળે તે ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં દેશના 10 કરોડ લાભાર્થી અને 50 કરોડ પરિવારને આગામી 1 વર્ષ માટે રૂપિયા 5 લાખનું વીમા કવચ મળશે. જેમાં ગુજરાતમાં 50 લાખ લોકોને આવરી લેતી આ યોજનામાં અંકલેશ્વર તાલુકામાં 25 હજારથી વધુ લાભાર્થી છે.
આગામી 3 દિવસ નવા રંગીન આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવશે, જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારની વિવિધ યોજના અંગે અને આરોગ્ય લક્ષી કામગીરી અંગે કરેલા કામોનું વિવરણ આપી સરકાર નાનામાં નાના નાગરિકની પણ આરોગ્ય લક્ષી ચિંતા કરી તેમના માટે આરોગ્ય સેવા પુરી પાડી રહી છે. ત્યારે આયુષ્યમાન કાર્ડ વડે હવે લાભાર્થીઓ 5 લાખ રૂપિયા સુધી આરોગ્ય લક્ષી સેવા નો લાભ મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ ભરત પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન આરતી પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, પાલિકા પ્રમુખ વિનય વસાવા, એસ.ડી.એમ નૈતીકા પટેલ, મામલતદાર કરણસિંહ રાજપુત, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.વિપુલ ભરોડીયા તાલુકા વિકાસ અધિકારી સહીત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભરૂચ ખાતે નગરપાલિકાના વોર્ડ નંબરઃ ૩,૪ અને ૮ માટેનો “સેવા-સેતૂ” કાર્યક્રમ નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો.

bharuchexpress

ભરુચ: કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ અંતર્ગત કલેકટર કચેરી ખાતે બેઠક મળી

bharuchexpress

ભરૂચ: કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવા અને સાચા આંકડા બતાવીને લોકોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़