



વિશ્વની સૌથી મોટી વીમા યોજના વિતરણ કાર્યક્રમ સમગ્ર દેશ માં આજ રોજ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર માં આગામી 3 દિવસ માં 25 હજારથી વધુ લાભાર્થીઓને 5 લાખનું વીમા કવચ આગામી એક વર્ષ માટે મળશે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ ની વિતરણ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની વર્ચ્યુલ ઉપસ્થિતિ માં કરાયો હતો.
ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજનાનો પ્રારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ ના રોજ જાહેરાત કરી હતી જે યોજનાના લાભાર્થીઓ ને ઘર આંગણે જ કાર્ડ મળે તે ઉદ્દેશ્ય સાથે આજરોજ સમગ્ર દેશ માં આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં દેશ ના 10 કરોડ લાભાર્થી અને 50 કરોડ પરિવારને આગામી 1 વર્ષ માટે રૂપિયા 5 લાખનું વીમા કવચ મળશે. જેમાં ગુજરાત માં 50 લાખ લોકો ને આવરી લેતી આ યોજના માં અંકલેશ્વર તાલુકામાં 25 હજારથી વધુ લાભાર્થી છે.
તેમને આગામી 3 દિવસ નવા રંગીન આયુષ્યમાન કાર્ડ નું વિતરણ કરવામાં આવશે જેનો આજ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ ની અધ્યક્ષતા માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકાર ની વિવિધ યોજના અંગે અને આરોગ્ય લક્ષી કામગીરી અંગે કરેલા કામો નું વિવરણ આપી સરકાર નાનામાં નાના નાગરિક ની પણ આરોગ્ય લક્ષી ચિંતા કરી તેમના માટે આરોગ્ય સેવા પુરી પાડી રહી છે. ત્યારે આયુષ્યમાન કાર્ડ વડે હવે લાભાર્થીઓ 5 લાખ રૂપિયા સુધી આરોગ્ય લક્ષી સેવા નો લાભ મળશે.