માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો .
તારીખ.5.10.2022 ના રોજ દશેરા ના શુભ દિવસે માનવ સેવા ફાઉન્ડેશનના ઉદ્ઘાટન સમારોહ સંપન્ન કરવામાં આવ્યો. મુખ્ય મહેમાન તરીકે એક્સ મેયર દિનેશ જોધાની દ્વારા રીબીન કાપીને માનવસેવા ફાઉન્ડેશન ના કાર્યાલય ના શુભારંભ કરવામાં આવ્યો હતો.. અતિથિ સંજયભાઈ જોશી. ડી. સી. કિશોરભાઈ (મહામંત્રી સુરત) ઉર્વશી પટેલ (કોર્પોરેટર) સાથે સાથે સંસ્થાના ચેરમેન નેમીચંદ્ર . જી. અધ્યક્ષા હિરાસિંહના દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યાલાયનો શુભારંભ કરવામાં આવ્યો હતો
આ અવસર પર શ્રીમતી નિર્મલા પ્રાણજીવન ભગત પ્રેરિત વૃદ્ધાશ્રમનો સત્કાર કરવામાં આવ્યો. વૃદ્ધાશ્રમની સંચાલિકા બીના ભગત અને સંચાલક રાજેશ ભગતજીનો મોમેટો અને તમામ વૃદ્ધોને વસ્ત્ર આપીને એમનું સ્વાગત કરવામાં આવ્યો. કાર્યક્રમના આગલા ચરણમાં વિકાસ ટ્રસ્ટ કે છાત્ર અને છાત્રાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું. એમને પણ વસ્ત્રો આપીને એમનું પણ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઇન્ડિયન વ્હીલ ચેયર ના કપ્તાન રમેશ સરપતેજી પણ ઉપસ્થિત રહ્યા હતા. એમનું પણ સન્માન મોમેટો થી માનસ સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ કે ઉદ્ઘાટનના અવસર પર સંસ્થા કે ચેરમેન નેમીચંદજીએ કહ્યું કે આ સંસ્થા હમેશા બુજુર્ગ અને દિવ્યાંગો અને સમાજમાં જરૂરત મંદો માટે સંસ્થા કાર્ય કરશું. 25 વર્ષોથી સમાજમાં વિભિન્ન સામાજિક ક્ષેત્રોમાં સેવા આપીએ છે હવે માનવ સેવા ફાઉન્ડેશનના નામથી કાર્ય ચાલુ રહેશે. સંસ્થાકીય અધ્યક્ષા શ્રીમતી હીરાસિંગ પણ કીધુ પાછલા 20 વર્ષોથી સમાજના વિભિન્ન જગ્યાઓ પર લોગોનો મદદ કરતી હતી અને આગળ પણ હમારી સંસ્થાના દ્વારા પણ કાર્ય કરીશું. કાર્યક્રમમાં સમાજના વિભિન્ન અગ્રનીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહ, પંકજ અગ્રવાલ. વિપુલ અગ્રવાલ, ડી. પી. તિવારી, અનુરાગ ત્રિપાઠી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા…