



UPL કંપનીની બાજુમાં આવેલ ગોડાઉનમાંથી જનરેટર ની બેટરી ચોરી કરતા ત્રણ ઇસમોને મુદ્દા માલ સાથે અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યા
અંકલેશ્વર શહેર પોલીસે 20 નંગ બેટરી મળી કુલ 55,500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ના માણસો અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થી બાતમી મળેલ કે પટેલ નગર ની પાછળ આવેલ ઝૂંપડ પટ્ટી માં રહેતો
જીગ્નેશભાઈ ઉર્ફે જીગલો રણજીતભાઈ રાઠવા એના બીજા બે મિત્રો સાથે પોતાના ઘરમાં સંતાડી રાખેલ ચોરીની બેટરીઓ સગે વગે કરે છે જેની તપાસ કરતા યુપીએલ કંપનીની બાજુમાં આવેલ એક ગોડાઉન માંથી રાત્રિના સમયે
ત્રણેય ઈસમોએ ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સ આધારે આજથી પાંચેક દિવસ પહેલા નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ ગોડાઉન માંથી ચોરીની કબુલાત કરેલ જેથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન
ત્રણે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરને કાર્યવાહી હાથ ધરેલ છે
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી