



ભરૂચ થી મહારાષ્ટ્ર ટ્રક માં ભેંસો ભરી જતા ચાલક ને અંકલેશ્વર નજીક ટોળા એ મારમાર્યો
અંકલેશ્વર શહેર પોલીસે ટોળા સામે રાયોટીંગ અંગેનો ગુનો નોંધ્યો
ભરૂચથી ભેંસો ભરી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક ના ચાલક ને અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાં રોકી ટોળાએ મારમારી ટ્રક માં તોડફોડ કરી
ભરૂચથી ભેંસો ભરી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક ના ચાલક ને અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાં રોકી ટોળાએ મારમારી ટ્રક માં તોડફોડ કરી
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર ના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર નજીક આવેલ લુકમાન પાર્ક સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવર તરીકે નોકરી કરતા જિશાન દાઉદ મન્સૂરી આમોદ તાલુકાના આછોદ ગામ ખાતેથી પંદર જેટલી દુધાળી ભેંસો ભરી ને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે વેચાણ અર્થે જઇ રહ્યા હતા તે જ દરમિયાન ભરૂચ થી અંકલેશ્વર તરફ ટ્રક જતા કેટલાક લોકોએ ટ્રક નો પીછો કર્યો હતો,
ટ્રક ના ચાલક જિશાન મન્સુરીને વાલિયા ચોકડી નજીક સુરેશ ભરવાડ સહિત ના ટોળા એ રોકી ટ્રક માં શુ ભરેલું છે પૂછતાં ટ્રક ના ચાલકે ટ્રક માં ભેંસો ભરેલ હોવાનું જણાવ્યું હતું જે બાદ ટ્રક ના ચાલકે તેના માલિક સાથે વાત કરતા તેઓએ ટ્રક ને વાલિયા ચોકડી પોલીસ ચોકી પાસે ટ્રક લઇ જવા માટે જણાવ્યું હતું તે જ દરમિયાન સુરેશ ભરવાડ અને અન્ય ઇસમોએ જિશાન ને ટ્રક માંથી નીચે પાડી દઇ તેને મારમાર્યો હતો સાથે જ લાકડી વડે ટ્રક ના કાંચ પણ તોડી નાંખ્યા હતા,
ટ્રક ના ચાલક જિશાન મન્સૂરી ને મારમારતા તેનો મોબાઈલ ફોન પણ તૂટી ગયો હતો તેમજ તેની પાસે રહેલ રોકડ રકમ પણ ક્યાંક પડી ગઇ હતી,જે બાદ બાદ ટ્રક ચાલક જીશાને અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સમગ્ર મામલા અંગે સુરેશ ભરવાડ સહિતના ટોળા સામે ગુનો દાખલ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી