અંકલેશ્વર ની ખાનગી કંપની માં થયેલ ચોરી મામલે પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરી
જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી
અંકલેશ્વર ની શ્રી ગણેશ FIBC પ્રાઇવેટ લિમિટેડ કંપની માં થયેલ ઘરફોડ ચોરી મામલે પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરી
અંકલેશ્વર ની શ્રી ગણેશ FIBC પ્રાઇવેટ લિમિટેડ કંપની માં થયેલ ઘરફોડ ચોરી મામલે પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરી
મળતી માહિતી અનુસાર ગત તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગીરીરાજ હોટલ નજીક ગણેશ એફ.આઈ.બી.સી. કંપનીમાં ત્રિકાલ ઇલેક્ટ્રિકલ એન્ડ રિવાઇડીંગ વર્કસને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગોડાઉનના પાછળના ભાગની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ 20 મોટર મળી કુલ રૂપિયા ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે ચોરી અંગે પરેશ લાલજી રાદડિયાએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે મૂળ કવાંટ અને હાલ પટેલ નગર પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે ચોરી થયેલ તમામ મોટર અને એક મોપેડ મળી કુલ કિંમત રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી