ભરૂચ પોલીસ દ્વારા આયોજિત અને જેસીઆઇ અંકલેશ્વરના સહયોગથી વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાતમાં જ્યારે 36 માં નેશનલ ગેમ્સ રમાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ અને જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સાથે મળીને પોલીસ કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ..
આ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવા પાછળનો મેન ઉદ્દેશ એ જ હતો કે ફીટ ઇન્ડિયા ડ્રાઇવને આપણે વધારે વધારે વેગ આપીને બધા સુધી પહોંચાડી શકીએ અને સાથે સાથે જેસીઆઈ અંકલેશ્વરનો એક પ્રયાસ હતો કે જે પોલીસ કર્મીઓના ઘડિયાળ જુએ છે, ના તહેવારો જુએ છે ફક્ત અને ફક્ત જાહેર જનતાની સુરક્ષા માટે તે 24 કલાક કાર્યરત હોય છે.. તેથી તે લોકો માટે ફૂલ નઇ અને ફૂલની પાંખડી દ્વારા તેમનું મનોરંજન કરી શકીએ એનો એક પ્રયાસ કરવામાં આવ્યો…
આ વોલીબોલ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે આપણા ભરૂચ જિલ્લાના પોલીસ IPS ડોક્ટર લીના પાટીલ મેડમ એ હાજરી આપી હતી અને સર્વે પોલીસ કર્મચારીઓ ને મોટીવેશન પૂરું આપ્યું હતું..
જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, ઝોનમાંથી પધારેલ ઝોન ડાયરેક્ટર જેસી રવિ સર, જેસી શીતલ જાની, જેસી શ્યામા શાહ, જેસી દર્શન જાની, જેસી તેજસ પંચાલ એ પોલીસ કર્મચારીને સાથ આપીને આ ટુર્નામેન્ટને ધમાકેદાર પૂર્ણ કરી..
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી