જેસીઆઈ અંકલેશ્વર દ્વારા લુપિન કંપનીના સહયોગથી જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું…
જેસીઆઈ અંકલેશ્વર દ્વારા માત્ર અંકલેશ્વર જ નહીં પણ ગુજરાતમાં રહેતા નાગરિકો માટે જોબ ફેર નું આયોજન કર્યું જેમાં 400 થી વધારે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ઇન્ટરવ્યૂ લૂપિન કંપની દ્વારા લેવાયા હતા..
ભારત યુવાનોનો દેશ છે અને યુવાનો માટે કંઈક કરવાની ઈચ્છા ના ભાગરૂપે જેસીઆઈ અંકલેશ્વર એ એક માધ્યમ બનવાનું વિચાર્યું જેમાં લુપિંગ કંપની અમને સહયોગ કર્યો અને યુવાનો એમના સફળતા તરફ આગળ વધે એનું પ્લેટફોર્મ જેસીઆઈ અંકલેશ્વર એ પૂરું પાડ્યું.. આવા ઉત્તમ કાર્યમાં ઓપેકોન એચ આર સોલ્યુશન, અંકલેશ્વર કંપનીએ પણ અમને સાથ સહકાર આપ્યો..
લૂપિંગ કંપની માંથી પ્રોડક્શન માંથી હસમુખ પટેલ, કેયુર પટેલ, રમજી ગુપ્તા, કોલેટી હેડ સુજીત ચૌહાણ, બીપીન નાકરાણી, મેનેજર એચઆર હેમંત રાણા, ઇન્ટરવ્યૂ લેવા ઉપસ્થિત રહ્યા હતા..
જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી કપિલ લાડ, પ્રોજેક્ટ કોર્ડીનેટર જેસી વિશાલ મોદી, જેસી બીપીન દુધાત, જેસી નીતીશ ભાઈ, પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી કેયુર શાહ , જેસી શીતલ જાની આ પ્રોગ્રામને સફળ કરવામાં ખૂબ મહેનત કરી..
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી