જેસીઆઈ અંકલેશ્વર દ્વારા ઇ વેસ્ટ મેનેજમેન્ટ તથા સિંગલ યુઝ ઓફ પ્લાસ્ટિક જેવા વિષયો ઉપર ટ્રેનિંગ આપવા માં આવી..
આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિક આપણી જમીનને દૂષિત કરી રહી છે માટે પ્લાસ્ટિક નો વપરાશ કેવી રીતે ઓછો કરી શકાય તથા ઘરમાંથી વધારાના કાપડમાંથી કાપડની બેગ બનાવી એનો ઉપયોગ કેવી રીતે વધારી શકાય એના વિશે જેસીઆઈ અંકલેશ્વર પરિવારે સ્વામી વિવેકાનંદ સ્કૂલ ના બાળકોને પ્લાસ્ટિક નો વપરાશ બંધ કરવા તથા ઇ – વેસ્ટ ને કચરા ભેગું નહીં અલગ નિકાલ કેવી રીતે કરશો માટેની ટ્રેનિંગનું આયોજન કર્યું જેમાં પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી ઉમેશ સાવલિયા, જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ એ બાળકોને એક્ઝામ્પલ આપીને ખુબ સરસ રીતે ટ્રેનિંગ આપી..
મુખ્ય મહેમાન તરીકે પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ એ હાજરી આપી બાળકોમાં ઉત્સાહ વધાર્યો. જેસી શીતલ જાની, જેસી શ્યામા શાહ, જેસી ચંચલ શાહ એ પ્રોગ્રામને સફળ બનાવવા મહેનત કરી હતી.. સ્વામી વિવેકાનંદ શાળાના સુપરવાઇઝર મીતાબેન રુધાણીએ પ્રોગ્રામને સફળ કરવામાં ખૂબ જ સાથ અને સહકાર આપ્યો…
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી