Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

હાંસોટ મામલતદાર કચેરી ખાતે આઉટ સોર્સ અને રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારી ઓએ વિવિધ માંગણી બાબતે હાંસોટ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

હાંસોટ મામલતદાર કચેરી ખાતે આઉટ સોર્સ અને રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારી ઓએ વિવિધ માંગણી બાબતે હાંસોટ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

ગુજરાત  એક મોડેલ સ્ટેટ તરીકે સમગ્ર ભારતની એક છાપ છોડી રહ્યું છે ત્યારે ગુજરાત મોડલને તમામ દિશાઓમાં આગળ રાખવા માટે આઉટ સોર્સ અને રોજમદારો ખૂન પસીનો એક કરીને સતત કામગીરી કરી રહ્યા છે. ત્યારે ખૂબ જ કઠીનાઈ થી ઓછા પગાર અને શોષણ ની અંદર કામગીરી કરવી પડી રહી છે ત્યારે આજરોજ હાંસોટ મામલત્દાર કચેરી ના આઉટ સોર્સ અને રોજમદાર કર્મચારીઓ ને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ સમાન વેતન અંતર્ગત કાયમી કર્મચારી ઓ ની જેમ પગાર ના તમામ પ્રકારના લાભો મળે, સરકારી રજા ઓના લાભો મેડિકલ કવર નાં લાભો એલટીસી અને જીવન વીમા ના લાભો તથા સરકારી કર્મચારીઓ ને મળતાં જી પી એફ અને સી પી એફ ના લાભો અને બે વર્ષ માટે ના ટૂંકા ગાળા ને બાદ કરતાં તમામ લાંબાગળાની જગ્યા ઓ અને યોજાનોંમાં આઉટ સોર્સ નાબુદ થાય અને તેવા તમામ કર્મચારીઓ ને સરકાર ના પ્રવાહમાં સમાવી લેવામાં આવે તેવી વિવિધ માંગણી સાથે હાંસોટ મામલતદાર શ્રી હાર્દિક બેલાડિયા ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

 

 

રિપોર્ટ : યુસુફ શૈખ

Related posts

ભરૂચની પીઝા શોપમાં ગ્રાહકે સૂપ તીખું હોવાની ફરિયાદ કરી તો મેનેજર સહિતના કર્મચારીઓએ માર માર્યો, મેનેજરે પણ ફરિયાદ કરી

bharuchexpress

ભરૂચની કલરવ શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોએ 3 હજાર દીવડા શુશોભિત કર્યા

bharuchexpress

ભરૂચના વેજલપર વિસ્તારમાં જ જાહેરમાર્ગોના ગાબડા પુરવા માટેનું મુહૂર્ત ક્યારે..

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़