Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા બુલેટ યાત્રા ની રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું..

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા બુલેટ યાત્રા ની રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું..

 

જેસીઆઈ ના ઝોન પ્રેસિડેન્ટ જેસી ઈશાન અગ્રવાલ આણંદ થી લઇ વાપી સુધીની બુલેટ યાત્રા કરી રહ્યા છે જેની અંદર બુલેટ યાત્રાનો મુખ્ય હેતુ પાણી બચાવો અને માટી બચાવો છે. આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે પાણી બચાવવુ હવે આવનારા ભવિષ્ય માટે કેટલું જરૂરી છે સાથે સાથે માટી પણ કેમિકલ વાળી અને દૂષિત થવા લાગી છે તો બસ આવા જ વિચારોથી જેશી ઈશાન અગ્રવાલ અંકલેશ્વરમાં આવ્યા અને જેસીઆઈ અંકલેશ્વર પરિવારે એમનું સ્વાગત કર્યું અને એમના આ વિચારોને આગળ ધપાવી આખા અંકલેશ્વરમાં પાણી બચાવો અને માટી બચાવો ની બુલેટ યાત્રા કરી..

 

જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ એ મયુરી શોરૂમ પાસે ભવ્ય સ્વાગત કર્યું અને ત્યાંથી લઈને જી આઇ ડી સી માં બુલેટ યાત્રા નો આરંભ કર્યું અને ગોલ્ડન ચોકડી થી બુલેટ યાત્રા જેસી ભવન પર પૂર્ણ કરી..

 

જેસીઆઈ વિક ઝોન કોર્ડીનેટર જેસી દિશાબેન, ઝોન કોર્ડિનેટ જગદીશભાઈ, જોન ડાયરેક્ટર લલીતભાઈ, જેસી મેહુલ પાઠક, નોમ કોર્ડીનેટર જેસી ચિત્રાંગ એ બુલેટ રેલીમાં જોડાઈ બુલેટ ટ્રેનિંગમાં ઉત્સાહ વધાર્યો..

 

જેસીઆઈ વીક ચેરમેન જેસી સિયામોહન શુક્લા, સેક્રેટરી જેસી દર્શન જાની, કોર્ડીનેટર જેસી તેજસ પંચાલ, જેસી શ્યામા શાહ, જેસી શીતલ જાની, સાથે મળીને બુલેટ યાત્રા ને જોરદાર રીતે પૂર્ણ કરી..

 

બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

નેત્રંગ પાસે આવેલો પિગુટ ડેમ ઓવરફ્લો થવાના આરે

bharuchexpress

હાંસોટ: તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો.

bharuchexpress

ભરુચ: નંદેલાવ ગામના ૩૦ જેટલાં લાભાર્થીઓને રેશનકાર્ડ(NFSA)નું વિતરણ કરાયું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़