Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા આંખ નિદાન કેમ્પ તથા દાંત નિદાન કેમ્પનું આયોજન કરાયું…

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા આંખ નિદાન કેમ્પ તથા દાંત નિદાન કેમ્પનું આયોજન કરાયું…

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા નવા દીવા ગામ માં આંખ તથા દાંતના નિદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં સ્પોન્સર તરીકે ડેકન કંપનીએ સહયોગ આપ્યો હતો.. આશરે ૬૧૫થી પણ વધારે બાળકો એ આ કેમ્પનો લાભ લીધો..

 

દરેકે દરેક બાળકોને ડેન્ટલ કીટ એટલે કે એની અંદર પેસ્ટ, બ્રશ, તથા ટંક ક્લીનર આપવામાં આવ્યું અને દરેક બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો..

 

અમુક બાળકોને આંખોમાં ચશ્મા તથા દાંતમાં તકલીફ માં તેમને જ્યાં સુધી રાહત ના મળે ત્યાં સુધી સારવાર કરી આપવામાં આવશે..

 

ડેકેન કંપનીના હેડ પરાગભાઈ, ઝોન વાઇસ પ્રેસિડન્ટ જેસી વિકાસ પટેલ, જોન ડાયરેક્ટર પબ્લિક રિલેશન જેસી તેજસ સર, ઝોન કોર્ડીનેટર જેસી હેમલ પંચાલ, જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ એક્ઝિટિવ વાઇસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, પ્રાથમિક શાળા નવા દીવાના આચાર્યજી હિતેશભાઈ, માધ્યમિક શાળાના આચાર્યજી હિરલ મેમ એ ઉપસ્થિત રહી પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું…

 

જયાબેન મોદી હોસ્પિટલ ના ડોક્ટર અંજનાબેન તથા ડેન્ટલ મોદી ક્લિનિકના ડોક્ટર પ્રિયંકાબેન બાળકોને જરૂરી માર્ગદર્શન પુરી પાડ્યું તથા દરેક બાળકોની યોગ્ય તપાસ કરી..

 

આ પ્રોગ્રામમાં પ્રોજેક્ટ ચેરમેન જેસી પ્રતિક વોરા, જેસી શીતલ જાની, જેસી ભરતભાઈ ભાનુશાલી, જેસી સીયામોહન શુક્લા, જેસી શ્યામા શાહ, જેસી કેતન સોલંકીએ પોગ્રામ ને સફળ કરવા ખૂબ મહેનત કરી હતી..

 

 

બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જુગારધામ પર સપાટો બોલાવ્યો

bharuchexpress

ટ્રેનમાં હાથ ફેરો કરતા ચોરને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો, કડક પુછપરછ કરતા વટાણા વેરી દીધા.!

bharuchexpress

ભરૂચ: એ.આઈ.સી.સીના પૂર્વ મહામંત્રી દિપક બાબરીયાની અધ્યક્ષતામાં ભરૂચ કોંગ્રેસે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़