Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

મુસાફરો માટેના સારા સમાચારા ફરીથી શરુ થશે અમદાવાદ હાવડા ટ્રેન

Pune, India - October 02 2020: Diesel locomotive hauling a passenger train near Pune India.

મુસાફરો માટે સારા સમાચાર એ છે કે, અમદાવાદથી હાવડા જતી ટ્રેન ફરીથી શરુ થશે. 4 સપ્ટેમ્બરથી આ ટ્રેન ફરીથી દોડશે. ટ્રેનોના રુટ રદ્દ થવાના કારણોમાં ખાસ કરીને પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળના કેટલાક સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કનેક્ટિવિટી સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ટ્રેનો રદ થઈ હતી. તેમાં પણ અમદાવાદ-હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન નંબર 12833/12834ને 6 દિવસ બંધ કરવામાં આવી હતી. હવેથી આ ટ્રેન 04 સપ્ટેમ્બર 2022થી પુનઃસ્થાપિત કરવામાં આવશે.

 

અગાઉ આ ટ્રેન રદ્દ કરવામાં આવતા મુસાફરોને હાલાકી પડી હતી ત્યારે ફરીથી ટ્રેન શરુ થતા મુસાફરો ટિકિટ બુકિંગ કરાવી શકે છે. ઈલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક હોવાને કારણે 30 ઓગષ્ટથી આ ટ્રેન બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.

 

બદલાયેલા રુટની આ ટ્રેનો આવતી કાલથી દોડશે

 

– 01 અને 02 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ

– 02 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ

– 02 અને 03 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ

– 02 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ

– 03 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 11465 સોમનાથ જબલપુર એક્સપ્રેસ

Related posts

અંકલેશ્વરમાં 2 વયોવૃદ્ધ મતદારોએ પોસ્ટલ બેલેટ પેપરથી વોટિંગ કર્યું; તંત્રએ વિશેષ ટીમની વ્યવસ્થા કરી મતદાન કરાવ્યું

bharuchexpress

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા

bharuchexpress

કલેક્ટરશ્રી યોગેશભાઈ ચૌધરી તથા નેટવર્ક ડીજીએમ સુશ્રી વિણાબેન શાહ તેમજ મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીપત્રો તેમજ ચેક એનાયત કરાયા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़