Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsખેલ વિશ્વ

ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ICC T20 ઓલરાઉન્ડર રેકિંગમાં 5માં સ્થાન પર લગાવી છલાંગ

ગુજરાતી ક્રિકેટર હાર્દિક પડ્યાના સ્ટાર ખુલી ગયા છે.હાર્દિક પંડ્યા અત્યારે ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે ત્યારે વધુ એક સમાચાર મળી રહ્યા છે કે તે icc ઓલરાઉન્ડર રેન્કમાં 5 માં સ્થાને પહોંચી ગયો છે.પાકિસ્તાન સામે 3 વિકેટ અને અણનમ 33 રનથી તેના રેન્ક પોઇન્ટમાં મોટો વધારો જોવા મળ્યો છે.હાર્દિક ટી 20 ઓલરાઉન્ડરોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે . આ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રેન્કિંગ છે . ગયા અઠવાડિયે હાર્દિક પંડ્યા આ યાદીમાં 13 મા ક્રમે હતો અને હવે તે 8 સ્થાન સુધરીને 5 મા સ્થાને પહોંચ્યો છે . પાકિસ્તાન સામેના પ્રદર્શન બાદ તેને 24 પોઈન્ટનો ફાયદો થયો છે . 143 પોઈન્ટથી તે સીધા 167 પોઈન્ટ પર પહોંચી ગયો છે . વિશ્વના ટોપ ઓલરાઉવન્ડર્સમાં અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબી 257 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે . બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન 245 પોઈન્ટ સાથે T20 ઓલરાઉન્ડરોની યાદીમાં બીજા સ્થાને છે . ઈંગ્લેન્ડનો મોઈન અલી 221 પોઈન્ટ સાથે ત્રીજા જ્યારે ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ 183 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે . ભારતના હાર્દિક પંડ્યાએ પાંચમું સ્થાન મેળવ્યું છે.હાર્દિક પંડ્યાએ એશિયા કપમાં પાકિસ્તાન સામે બોલિંગ કરતી વખતે ત્રણ વિકેટ લીધી હતી , જ્યારે બેટિંગમાં અણનમ 33 રન બનાવીને ભારતને જીત અપાવી હતી .

Related posts

ભરૂચની પીઝા શોપમાં ગ્રાહકે સૂપ તીખું હોવાની ફરિયાદ કરી તો મેનેજર સહિતના કર્મચારીઓએ માર માર્યો, મેનેજરે પણ ફરિયાદ કરી

bharuchexpress

અંકલેશ્વર GIDC પોલીસે ભડકોદ્રા ગામે વાડામાં સંતાડેલો દારૂનો જથ્થો પકડી પાડ્યો, બુટલેગર વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી

bharuchexpress

આજરોજ તારીખ ૫-૦૬-૨૦૨૨ ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પુરા ભારત દેશમાં ઉજવાઈ રહી છે.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़