ગાંધીનગર ખાતે વિશ્વકર્મા સમાજ સાથેનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે પોતાના ઉદ્યમ અને કૌશલ્યથી વિશ્વકર્મા સમાજે રાષ્ટ્રનિર્માણ માટે આપેલા યોગદાનને બિરદાવ્યું અને સમાજના ઉત્કર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા. ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને વિશ્વકર્મા સમાજનું સ્નેહમિલન યોજાયુ.
વિશ્વકર્મા સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દરેક સમાજને એકજૂટ કરી વંચિત વર્ગોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે કટિબદ્ધ છે. આ પ્રસંગે વિશ્વકર્મા સમાજના અગ્રણી ભગવાનદાસ પંચાલ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માજના ઉત્કર્ષ માટેની શુભકામનાઓ વ્યક્ત કરી હતી તેમજ શિક્ષણ સહિત દરેક ક્ષેત્રોમાં સમાજે દર્શાવેલી પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. આ પહેલા ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના રાવળ-યોગી સમાજ સાથેના સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તેમાં પણ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આમ આ એક જ વીકમાં બે સમાજો સાથેના સંમેલનો યોજવામાં આવ્યા હતા. આમ એક પછી એક સમાજના આગેવાનો સાથે સ્નેહમિલન સંમેલન યોજવામાં આવી રહ્યો છે