Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsરાજ્ય

આજથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવે હવામાન વિભાગે આગાહી કરી છે

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જો કે હવામાન વિભાગનું એમ પણ કહેવું છે કે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે સામાન્ય વરસાદ જોવા મળશે, જોકે ઉત્તર ગુજરાત અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હાલમાં ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટી 24 ફૂટે પહોંચી છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે સામાન્ય વરસાદ જોવા મળશે, જોકે ઉત્તર ગુજરાત અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.આ સાથે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.68 મીટરે પહોંચી છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આવી સ્થિતિમાં જો આજે મધ્યપ્રદેશ કે રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર ગુજરાતમાં સંકટ વધી શકે છે.

Related posts

ભરૂચનું સાચું સોનું:સોનાનો પથ્થર અને ગોલ્ડનબ્રિજ હવે માત્ર જોવાલાયક સ્થળ બન્યાં

bharuchexpress

અંકલેશ્વર શહેર પોલીસે ત્રણ બેટરી ચોરોને દબોચ્યાં

bharuchexpress

ભરૂચ: જિલ્લામાં ૨૫ મી જાન્યુઆરીએ બારમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़