રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ અશોક ગેહલોત દ્વારા કરવામાં આવી છે. વડોદરામાં જાહેર કાર્યક્રમમાં કોગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આ માંગ કરી હતી.
વિધાનસભાની ચૂંટણી પહેલા નિરીક્ષક તરીકેની મોટી જવાબદારી અશોક ગેહલોતને સોંપવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ભરતસિંહ સોલંકીએ આ વાત કહી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવે.
લોકસભાની ચૂંટણી કોગ્રેસ ગેહલોતની આગેવાનીમાં લડે તેમ તેમણે કહ્યું હતું. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, અશોક ગેહલોત કોંગ્રેસને જીતાડીને રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવે તેમ તેમણે કહ્યું હતું. ખાસ કરીને આગામી ડિસેમ્બર મહિનામાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ મામલે ભરતસિંહ સોલંકીએ પણ તેમનો મત આપ્યો હતો.
થોડા સમય પહેલા રાજકીય ક્ષેત્રે બ્રેક લીધા બાદ ભરતસિંહ સોલંકી ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં સક્રીય બન્યા છે. ત્યારે વડોદરાના કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. ગઈકાલથી જ અશોક ગેહલોતનો રાજકીય પ્રવાસ નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાયા બાદ શરુ થયો છે. તેઓ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના પ્રવાસે છે.