ઇકોનોમિક ઓફેન્સીસ સેલ (EOW)એ જબલપુર RTO સંતોષ પાલના ઘરે દરોડા પાડ્યા છે. EOW ને તપાસમાં કમાણી સામે 650 % સંપત્તિ મળી છે. ઘરમાંથી 16 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. જ્યારે EOWના અધિકારીઓ પણ RTOના ઘરે પહોંચ્યા ત્યારે સ્થળની સુંદરતા જોઈને દંગ રહી ગયા હતા. ઇકોનોમિક ઓફેન્સીસ સેલ (EOW)ને જબલપુર RTO સંતોષ પાલ સામે બિનહિસાબી સંપત્તિની ફરિયાદો મળી હતી. આ માટે સ્વરણજીતસિંહ ધામીના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, સંતોષ પાલ અને તેની પત્ની રેખા પાલ, જે RTOમાં જ ક્લાર્ક છે, તેમની આવકના કાયદેસરના સ્ત્રોત કરતાં 650 % વધુ ખર્ચ અને સંપત્તિ છે. એટલે કે, તેમની સંપત્તિ તેમના સેવા સમય દરમિયાન કમાયેલા પૈસા કરતાં 650 % વધુ છે.
તપાસ દરમિયાન જબલપુર અને સાગરની સંયુક્ત ટીમોએ જબલપુરના શતાબ્દીપુરમ ખાતે સંતોષ પાલના નિવાસસ્થાન, ફાર્મ હાઉસ, સ્કીમ નંબર 41ની તપાસ કરી હતી. મળતી માહિતી અનુસાર, આરોપી પાસે આ પ્રોપર્ટી મળી આવી છે.
1. જબલપુરમાં ગ્વારીઘાટ વોર્ડમાં રહેણાંક મકાન (1247 ચો. ફૂટ.)
2. જબલપુરમાં શંકર શાહ વોર્ડમાં રહેણાંક મકાન (1150 ચો. ફૂટ.)
3. શતાબ્દીપુરમ ખાતે બે રહેણાંક ઇમારતો (10 હજાર ચો. ફૂટ.)
4. કસ્તુરબા ગાંધી વોર્ડમાં રહેણાંક મકાન (570 ચો. ફૂટ.)
5. ગારહા ફાટક જબલપુર વિસ્તારમાં રહેણાંક મકાન (771 ચો. ફૂટ.)
6. ગામ દિખાખેડા, જબલપુર ખાતે ફાર્મ હાઉસ (1.4 એકર).
7. i-20 કાર
8. સ્કોર્પીયો
9. બે બાઇક (પલ્સર અને બુલેટ)