Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsરાજ્ય

ગુજરાતના આ શહેરમાં રાષ્ટ્રધ્વજનું અપમાન,એક કાઠી પર રાષ્ટ્રધ્વજ ઉપર અન્ય ધ્વજ ફરકાવવામાં આવ્યો

એક તરફ ભારત આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી હતી ત્યારે અમુક વ્યક્તિઓ જાણી જોઈને ભારતની ગરિમા અને ભારતની લાગણી સમાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા હોય છે. ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન એ દેશનું અપમાન છે. આવી જ એક ઘટના બગસરામાં બની હતી જ્યાં ભારતના રાષ્ટ્રધ્વજને અપમાનજનક સ્થિતિમાં ફરકાવામાં આવ્યો હતો.

 

અમરેલી જિલ્લામાં આવેલા બગસરામાં નદીપરા વિસ્તારમાં રહેતા એક યુવક દ્વારા ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવતા રાષ્ટ્રપ્રેમીમાં રોષની લાગણી અનુભવાઈ હતી. બગસરાના નદીપરા વિસ્તારમાં રહેતા યુવક દ્વારા પોતાના ઘર પર એક ધ્વજ દંડ પર ઉર્દુ ભાષા લખેલા અને મોહર્રમના નિશાનવાળા ધ્વજની નીચે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકારવામાં આવ્યો હતો અને ભારતના રાષ્ટ્રધ્વજને અપમાનજનક રીતે ફરકારવતા તે યુવક સામે બગસરા પોલીસમાં ગુનો નોંધાયો હતો.

 

બગસરાના નદીપરા વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ ઇસ્માઇલભાઈ બીલખીય ઉ.વર્ષ 40 નામના યુવકે પોતાના ઘરની છત પર એક ધ્વજ દંડ પર મોહરમના નિશાન વાળો અને ઉર્દુ ભાષાવાળો ધ્વજની નીચે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકારવમાં આવ્યો હતો આ રીતે ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાં આવ્યું હતું અને તેનાથી ભારતના રાષ્ટ્રપ્રેમીમાં ભારે રોષ ઉઠ્યો હતો.

 

આ મામલે ભારતીય દંડ સંહિતા ભાગ-2માં કરેલ ઉલ્લેખમાં નિર્ધશિત કલમ-2 હેઠળ રાષ્ટ્રધ્વજનું અપમાનજનક રીતે ફરકારવામાં આવતા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવની વધુ તપાસ બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કરી રહ્યા છે.

Related posts

દેશની આઝાદી વિશે કથિત નિવેદન આપનાર બોલિવુડની અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરાઈ…

bharuchexpress

ભરુચ: નેત્રંગના હાથાકુંડી ગામની ટોકરી નદી ઉપર ૧૨ વષૅ પછી પુલના નિમૉણથી ગ્રામજનોમાં આનંદ

bharuchexpress

ભરૂચમાં ઠારની ખડીકીમાં બે જર્જરિત મકાન ધરાશાયી, 3નો આબાદ બચાવ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़