Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsરાજ્ય

ઝારખંડ કોંગ્રેસના ધારાસભ્યોને મળ્યા ત્રણ મહિના શરતી વચગાળાના જામીન, રોકડ સાથે કરાઈ હતી ધરપકડ

કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેંચે ઝારખંડના સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને ત્રણ મહિનાના શરતી વચગાળાના જામીન મંજૂર કર્યા છે. બંગાળના હાવડામાં, ઝારખંડના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ઈરફાન અંસારી, રાજેશ કછાપ અને નમન બિક્સલ 49 લાખ રોકડ સાથે ઝડપાયા હતા. કોર્ટે કહ્યું છે કે, ત્રણેય ધારાસભ્યોએ આ સમયગાળા દરમિયાન કોલકાતા નગરપાલિકા વિસ્તારમાં રહેવું પડશે.

 

જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને અનન્યા બંદોપાધ્યાયની ડિવિઝન બેન્ચે ત્રણેય ધારાસભ્યોને ત્રણ મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા. તેઓને આ સમયગાળા દરમિયાન કોલકાતા મ્યુનિસિપલ વિસ્તાર ન છોડવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન તેઓ શહેરની બહાર જઈ શકશે નહીં. આ સિવાય સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોએ એક લાખ રૂપિયાના બોન્ડ જમા કરાવવાના રહેશે અને તેમણે અઠવાડિયામાં એકવાર તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડશે. આ સિવાય બેન્ચે તેમને તેમના પાસપોર્ટ જમા કરાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

 

અગાઉ, કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને તપાસ સોંપવા માટે ઝારખંડ કોંગ્રેસના ત્રણ ધરપકડ કરાયેલા ધારાસભ્યોની અરજીને ફગાવી દીધી હતી. તેના બદલે કોર્ટે CIDને નિષ્પક્ષ રીતે તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. ઝારખંડના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ઈરફાન અંસારી, રાજેશ કછાપ અને નમન બિક્સલ કોંગારીની પશ્ચિમ બંગાળ પોલીસે 31 જુલાઈના રોજ હાવડામાં તેમની એસયુવીમાંથી 49 લાખ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કર્યા પછી ધરપકડ કરી હતી. આ પછી પશ્ચિમ બંગાળ CIDએ હાવડા ગ્રામીણ પોલીસ પાસેથી તપાસ પોતાના હાથમાં લીધી.

 

જસ્ટિસ મૌસુમી ભટ્ટાચાર્યએ કેસને સીબીઆઈ અથવા અન્ય કોઈ કેન્દ્રીય એજન્સીને ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી, એમ માનીને કે આરોપી કોઈ કેસમાં તપાસ એજન્સીની પસંદગી કરી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે, રોકડની જપ્તી અને ધરપકડ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં થઈ હોવાથી રાજ્ય CIDને આ મામલાની તપાસ કરવાનો અધિકાર છે.

Related posts

લગ્ન ન થતા ચિંતાતુર બનેલા સીતપોણ ગામના યુવકે ગળા ફાંસો ખાઇ જીવન લીલાસંકેલી..

bharuchexpress

આમોદ મેલીયા નગરીમાંથી ૧.૫૭ લાખના વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર પકડાઈ.

bharuchexpress

Laal Singh Chaddha Box Office Day 7: બોયકોટ બાદ આમિર ખાનની ફિલ્મે 7 દિવસમાં આટલા કરોડની કમાણી કરી, પરંતુ આગળનો રસ્તો સરળ નથી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़