ભરૂચમાં 350 કિલોથી વધુ વજનવાળી મેઘરાજાની પ્રતિમાની સ્થાપના, લોકો 25 દિવસ સુધી દર્શન કરી શકશે
છપ્પનીયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઇ સમાજના લોકોએ અષાઢ વદ ચૌદશની રાત્રે માટીની લગભગ સાડા પાંચ ફૂટ ઉંચી મેઘરાજાની મૂર્તિ બનાવી મેઘરાજાની પાસે વરસાદની પ્રાર્થના કરી હતી. જો વરસાદ નહિ વરસે તો મુર્તિ ખંડિત કરી નાખવાની પોકાર કરી હતી. એકાએક વરાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો. વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં ત્યારથી અઢી સૈકાથી અષાઢ વદ ચૌદશની રાત્રીએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે.
ગુરૂવારે અષાઢ વદ ચૌદશની રાત્રે ભોઈ સમાજના યુવાનોએ માટીમાંથી મેઘરાજાની 350 કિલોથી વધુ વજનવાળી પ્રતિમા બનાવી હતી. ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાના 25 દિવસ સુધી દર્શન કરી શકાશે. મેઘરાજાનો ખરો મેળો શ્રાવણ વદ સાતમથી શ્રાવણ વદ દસમ સુધી ખુબ જ ભકિત ભાવથી, ધામધૂમથી આ વર્ષે ઉજવાશે.