



અંક્લેશ્વરના હાઇવે પર બે દિવસથી ટ્રાફિક જામ થતાં પોલીસ દોડતી થઇ
અંકલેશ્વર માં હાઇવે પર વધતી જતી ટ્રાફિક સમસ્યા ને લઇ પોલીસ એક્શન માં જોવા મળી હતી. ત્રાફિક જામ ને લઇ રોગ સાઈડ જતા વાહનો અટકાવી પરત કર્યા હતા. વિવિધ ચોકડી પર પોલીસ ઉભી રહી વાહન ચાલકો ને સમજાવ્યા હતા.દિવસ દરમિયાન 2 સ્થળે અકસ્માતને લઇ હળવો ટ્રાફિક જામ રહ્યા બાદ સાંજે થી પુનઃ વાહનો કતાર જોવા મળી હતી. સુરત તરફ ની લેનપર નવજીવન હોટલ સુધી વાહન ની કતાર જોવા મળી હતી. બે દિવસથી ટ્રાફિક જામ થઇ રહ્યો હોવાથી પોલીસ પણ દોડતી થઇ છે. નેશનલ હાઇવે ઓથોરીટી રસ્તા પર પડેલા ખાડાઓ પુરાવે તો ટ્રાફિક સમસ્યા હળવી બને તેમ છે.
અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગકારો દ્વારા ખરોડ ચોકડી ને લઇ સર્જાઈ રહેલી સમસ્યા અંગે જિલ્લા કલેકટર કચેરી માં રજુઆત કરી છે. ખાસ કરી પાનોલી ઉદ્યોગ મંડળ ના પંકજભાઈ ભરવાડા એ જણાવ્યું હતું કે ખરોડ ચોકડી પર રહેલા ડાઈવર્ઝન માર્ગ નું સર્વે રીપેરીંગ કરી આરસીસી સ્ટ્રકચર કરાઈ જેના થી માર્ગ ધોવાઈ ના શકે અને વાહન વ્યવહાર હળવો ચાલતો રહે.તેમજ અન્ય પોઇન્ટ અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટરો સમયસર માલસામાન ના પહોંચાડી શકતા આર્થિક ફટકો પડી રહ્યો છે. તો સ્થાનિક પાનોલી અને અંકલેશ્વર સહીત જિલ્લા ના ઉદ્યોગો પર પણ તેની અસર વર્તાઈ રહી છે. ઉદ્યોગ અને પ્રોડક્શન લોસ થઇ રહ્યું છે. સમયસર રો મટીરીયલ ના મળતા શિફ્ટ ડિલે થઇ રહી છે.
વકરતી જતી ટ્રાફિક સમસ્યા ને લઇ ગુરુવાર ના રોજ સવારે ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ તુષાર સુમેરા ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી હતી અને ટ્રાફિક હળવો કરવા માટે તેમજ રોજ રોજ ઉભી થતી સમસ્યા ના નિવારણ માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને તેના માટે પોલીસ તેમજ સંબંધિત વિભાગ સાથે સંકલન કરી એક્શન પ્લાન વડે રોડ મેપ પણ તૈયારી કરાઈ રહી છે.