Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

કોંગી નેતા અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધીત કરતા ભારે રોષ, ભરૂચ જિલ્લા ભાજપે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

કોંગી નેતા અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધીત કરતા ભારે રોષ, ભરૂચ જિલ્લા ભાજપે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

 

દેશના 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અને સાંસદ અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્ની તરીકે સંબોધીત કરતા ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ જિલ્લા ભાજપે સખત વિરોધ નોંધાવ્યો છે. ભરૂચ કસક સર્કલ ખાતે ગુરૂવારે જિલ્લા ભાજપના કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ સાથે કોંગી નેતા અને સાંસદ અધિર રંજન ચૌધરીનો વિરોધ કર્યો હતો અને દેશ અને રાષ્ટ્રપતિની તેઓ માફી માંગે તેવી માગ કરાઈ હતી.

કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે. આ અપમાન દેશ, રાષ્ટ્રપતિ જ નહીં પણ સમગ્ર આદિવાસી જનતાનું પણ છે. દેશના બંધારણ વડા તરીકે સર્વોચ્ચ સ્થાને રહેલા રાષ્ટ્રપતિ સાથે આ નારી શક્તિનું પણ અપમાન છે. ભરૂચ જિલ્લા ભાજપે સુત્રોચ્ચારો સાથે કોંગી નેતા સામે ભારે રોષ વ્યકત કરી તેઓ પોતાના આવા સંબોધન બદલ દેશ, રાષ્ટ્રપતિની માફી માંગે તેઓ સૂર વ્યક્ત કર્યો છે.

ભરૂચ જિલ્લા ભાજપના કોંગી સાંસદ સામે વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, સહિત આગેવાનો, નગરસેવકો, મહિલા હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ કોંગ્રેસ સાંસદના આ સંબોધનને સખત શબ્દોમાં વખોડી નાખ્યું હતું.

Related posts

નેત્રંગના ઇન્ચાર્જ મામલતદારે લીધી આકસ્મિક મુલાકાત, અધિકારીઓ થયા દોડતા- જુઓ કેમ ?

bharuchexpress

ભરુચ: કલેક્ટરના હસ્તે મતદારયાદી સુધારણા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

bharuchexpress

બ્રિટિશ એમ્પાયરના એવોર્ડ વિજેતા વિમલ ચોકસીનું સન્માન

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़