



રાજપીપળા ચોકડીથી ખરોડ ગામ સુધી ખાડાથી સુરત જતી લેનમાં ટ્રાફિક જામ
અંકલેશ્વર -ખરોડ-ધામરોડ પાટીયા વચ્ચે પુનઃ વાહનો કતાર જામી જવા પામી છે. હાઇવે પર પડેલા ગાબડા અને ખરોડ ચોકડી ને લઇ અંકલેશ્વર ખરોડ ચોકડી થી રાજપીપળા ચોકડી થી આગળ 18 કિ મી ની લાઈન જોવા મળી રહી છે. ખરોડ ચોકડી થી સુરત ના ધામરોડ પાટીયા આગળ 7 કિમી વાહનોની કતાર જામી જવા પામી છે. છેલ્લા એક મહિનામાં રોજ બરોજ ટ્રાફિક જામ ની સમસ્યા થી વાહન ચાલકો પરેશાન બની ઉઠ્યા છે. ઇંધણ અને રૂપિયા ના વ્યય ને લઇ ટ્રાન્સપોર્ટરો પરેશાન તો ઉદ્યોગો ની હાલત કફોડી હાલત જોવા મળી છે.
અંકલેશ્વર માં છેલ્લા એક મહિના સતત નેશનલ હાઇવે નંબર 48 પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં પણ સુરત તરફ જતા ટ્રેક પર વાહનો કતાર જામી જાય છે. જેને લાઈન ખરોડ ચોકડી થી શરુ થતા ચેક 18 થી 20 કિલોમીટર દૂર રાજપીપળા ચોકડી થી પણ આગળ નીકળી જાય છે. તો સુરત તરફ ખરોડ ચોકડી થી બોરસરા પાટિયા સુધી પહોંચી જાય છે. એક તરફ વરસાદ ને લઇ સત્તત માર્ગ પર ગાબડાં પડી રહ્યા છે.તો બીજી તરફ ખરોડ ફ્લાઈ ઓવર ની કામગીરી ને લઇ ત્યાં આપવામાં આવેલ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર અને કાચો હોવાથી ટ્રાફિક અવરોધાય રહ્યો છે.
જેને લઇ જિલ્લા ટ્રાફિક તેમજ સ્થાનિક પોલીસ દ્વારા રોજ કલાકો જહેમત ઉઠાવી પડી રહી છે. એટલું જ નહિ માર્ગ પર વાહનો કતાર ને લઇ વાહન માંથી નીકળતા પ્રદુષણ ને લઇ વાતાવરણ માં દુષિત બની રહ્યું છે. તો ઇંધણ ના વ્યય સાથે નાણાં નો વ્યય અને સમયનો વ્યય થતા ટ્રાન્સપોર્ટરો ની હાલત કફોડી બની છે. ટ્રાન્સપોર્ટરો સમયસર માલસામાન ના પહોંચાડી શકતા આર્થિક ફટકો પડી રહ્યો છે. તો સ્થાનિક પાનોલી અને અંકલેશ્વર સહીત જિલ્લા ના ઉદ્યોગો પર પણ તેની અસર વર્તાઈ રહી છે. ખાસ કરી પાનોલી ઔદ્યોગિક વસાહત ના 350 થી વધુ ઉદ્યોગ અને પ્રોડક્શન લોસ થઇ રહ્યું છે.
સમયસર રો મટીરીયલ ના મળતા શિફ્ટ દિલે થઇ રહી છે. તો તેની અસર ઉત્પાદન પર જોવા મળી રહી છે. આ અંગે પાનોલી ઔદ્યોગિક મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ હાઇવે ઓથોરિટી ડાઈવર્ઝન માર્ગ આર.સી.સી.કરવા અંગે માગ પણ કરી છે.