Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં મૌસમનો 80 ટકા વરસાદ વરસ્યો, પાછલા 9 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં મૌસમનો 80 ટકા વરસાદ વરસ્યો, પાછલા 9 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યા

 

ભરૂચ જિલ્લામાં જુલાઈ મહિનામાં મૌસમનો 80 ટકા વરસાદ વરસી ગયો હતો. જેથી પાછલા 9 વર્ષનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે. ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ આ વર્ષે સારૂ એવું હેત વરસાવ્યું છે. ભરૂચ જિલ્લામાં રાત્રે બેથી ચાર કલાકમાં જ વાગરામાં બે ઇંચ અને ભરૂચમાં એક ઇંચ વરસાજ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લામાં પાછવા 9 વર્ષમાં જૂલાઈમાં આ વર્ષે વરસાદે રેકોર્ડ સર્જયો હતો. જિલ્લામાં જુલાઈ મહિનામાં મૌસમનો 80 ટકા વરસાદ વરસી ગયો હતો. આ દરમિયાન રાત્રી વેળા ભરૂચ જિલ્લામાં મેઘાનો મુકામ મંગળવારે પણ જારી રહ્યો હતો. માત્ર બે થી 4 કલાકમાં વાગરા તાલુકામાં 57 મિમી અને ભરૂચમાં 25 મિમી વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારો, ગરનાળા, રસ્તાઓ ઉપર જોત જોતામાં પાણી પાણી કરી દીધું હતું. અન્ય તાલુકામાં ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં 14 મિમી, અંકલેશ્વર 9 મિમી, હાંસોટ 8 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આમોદમાં 6 અને જંબુસરમાં 5 મિમી વરસાદ વરસ્યો હતો. ગત વર્ષે ભરૂચ જિલ્લામાં 27 જુલાઈ સુધી મૌસમનો સરેરાશ વરસાદ માત્ર 34 ટકા જ પડ્યો હતો.

Related posts

નેત્રંગ પાસે આવેલો પિગુટ ડેમ ઓવરફ્લો થવાના આરે

bharuchexpress

ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા ગ્રંથતીર્થ ખુલ્લું મુકાયું ના.મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે તકતીનું અનાવરણ

bharuchexpress

છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપી પકડાયો: ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની સફળ કામગીરી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़