



અંકલેશ્વરના મીરાનગરમાં ઉભરાતી ગટરોથી લોકો નર્કાગારની સ્થિતિમા
અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ ના પર પ્રાંતીય વસ્તી ધરાવતા મીરા નગર વિસ્તારમાં છેલ્લા મહિનાથી લોકો ઉભરાતી ડ્રેનેજ ચેમ્બર અને તેના દુષિત પાણી વચ્ચે જીવન વ્યથિત કરી રહ્યા છે. લોકો માર્ગો પર દુષિત પાણી માંથી પસાર થવું પડી રહ્યું છે. એટલુજ ની ચેમ્બર નું પ્રદુષિત પાણી લોકો ધરો માં પરત આવી રહ્યું છે. અને અસહ્ય દુર્ગંધ વચ્ચે દુષિત પાણી માંથી પસાર આવતી પાણી ની લાઈન માં પણ પ્રદુષિત પાણી મિશ્રણ થઇ રહ્યું છે. જેને લઇ બિન આરોગ્યપ્રદ પાણી પણ તેઓ પીવા મજબુર બન્યા છે
આ અંગે પંચાયત માં અનેકવાર ફરિયાદ કરવા છતાં પંચાયત કે સ્થાનિક પંચાયત સભ્ય જોવા ના આવતા લૂ માં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ સ્થાનિક રહીશો માં રોષ જોવા મળી રહ્યો છે. અને આ ગંદકી માંથી પસાર થવા ની સાથે ગંદકી યુક્ત પાણીનો ભરાવો થતાં પાણી જન્ય રોગો ફેલાઈ રહ્યા છે તો મચ્છર તેમજ માંખી નો ઉપદ્રવ વધી રહ્યો છે. જેને લઈ રોગચાળો ફેલાઈ રહ્યો છે. પંચાયત દ્વારા વહેલી તકે આ સમસ્યા નું નિવારણ નહિ કરે તો લોકો દ્વારા દુષિત પાણી પંચાયત ખાતે ઠાલવવાનું મન બનાવ્યું છે.