Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસે દારૂબંધીના સામે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ, 20થી વધુની અટકાયત

અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસે દારૂબંધીના સામે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ, 20થી વધુની અટકાયત

 

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસે લઠ્ઠાકાંડ મુદ્દે અંકલેશ્વર ખાતે વિરોધ પ્રદર્શન કરી દારૂબંધીનો કડક અમલ ન કરતા હોવાનો આક્ષેપ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર પોલીસે 20થી વધુ કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી.

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે લઠ્ઠાકાંડના મામલે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દારૂબંધી અંગે નો અમલ કરાવવામાં નિષ્ફળ જતા બોટાદ અને અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાના આક્ષેપો કર્યા હતા. રાજ્યના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ વહેલી તકે બંધ નહી કરાવે તો આવનારા દિવસો માં યુવક કોંગ્રેસ જનતા રેડ દ્વારા બંધ કરાવવા ની સાથે જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સરકાર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ વહેલી તકે બંધ નહી કરાવે તો આવનારા દિવસોમાં યુથ કોંગ્રેસ જનતા રેડ કરીને બંધ કરાવવાની સાથે જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ વિરોધ પ્રદર્શનમાં શહેર પોલીસ અને કોંગી આગેવાનો અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે પોલીસ અમુક આગેવાનોને ટીંગા ટોળી કરીને અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, અંકલેશ્વર તાલુકા યુવા કોંગ્રેસ શરીફ કાનુગા, કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ,અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંસડીયા, યુવા મહા મંત્રી વસીમ ફડવાલા સહિતના 20 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

Related posts

અંકલેશ્વર: અંદાડા ગામ સેવા સેતુ કાયૅકમ રાખવામાં આવેલો હતો જેમાં લાભાર્થીઓ લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા

bharuchexpress

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભરૂચ તાલુકા અને અલગ અલગ શહેરોમાંથી ચોરી માં ગયેલ ઓટો રિક્ષા ચોરી કરનાર બે ઈસમોને 98 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

bharuchexpress

નેશનલ પ્રેસ એસોસિએશનની ભરૂચ ખાતે બેઠક મળી.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़