લક્ઝુરિયસ કારમાં દારૂની ખેપ મારતાં 3 ઝડપાયા, ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અંક્લેશ્વર તરફથી આવતી કાર ઝડપી પાડી
ભરૂચના નર્મદા મૈયા બ્રીજ પર અંક્લેશ્વર તરફથી વિદેશીદારૂ ભરીને આવતી બ્રેઝા કાર તેમજ તેનું પાયલોટિંગ કરતી મર્સિડિઝ કારને એલસીબીની ટીમે ઝડપી પાડી હતી. બ્રેઝા કારમાંથી પોલસે 80 હજારનો વિદેશીદારૂ મળી આવતાં ટીમે બન્ને કાર તેમજ રોકડા રૂપિયા 12 હજાર તથા 15 હજારના 4 મોબાઇલ મળી કુલ 16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ બાતમીના આધારે નર્મદા મૈયા બ્રીજના ભરૂચ છેડે વોચ ગોઠવતાં બાતમી મુજબની કારોને લાઇટ બતાવી રોકવા કહેતાં પહેલાં મર્સિડિઝ કાર અને તેની પાછળ બ્રેઝા કાર ઉભી રહી હતી.
પોલીસ તેમની પાસે જાય તે પહેલાં બ્રેઝા કારના ચાલકે તેની કાર ભગાડી બેરિકેટમાં અથાડી દીધી હતી. જોકે, પોલીસે કોર્ડન કરતાં ભાગી શકી ન હતી. તપાસ કરતાં બ્રેઝા કારના ચાલકનું નામ રાજેશ હિરા મિસ્ત્રી તેમજ તેની સાથેના શખ્સનું નામ દિવ્યેશ હરેશ કાલરિયા (બન્ને રહે, ઓલપાડ) હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે મ
ડીઝ કારના ચાલકનું નામ રોહન ઉર્ફે ઠીનો મનહર ઠાકોર (રહે. શિવકૃપા સોસાયટી, ભરૂચ) હોવાનું માલુમ પડ્યું હતું.એલસીબીએ આરોપીઓની પુછપરછ કરતાં જણવા મળ્યું હતું કે, અંક્લેશ્વર જીઆઇડીસીમાં રહેતાં જિજ્ઞેશ ઉર્ફે જીગો કિરીટ પરીખ સાથે દિવ્યેશ છેલ્લાં એક વર્ષથી દારૂનો ધંધો કરતો હતો. તેમજ દારૂનો હિસાબ તેમજ વહિવટ તે કરતો હતો. તેને જજ્ઞેશનો ફોન આવ્યો હતો કે, નવાપુરના પંકજ સોનવણેએ તેના માણસો થકી બ્રેઝા કારમાં દારૂ મોકલાવયો છે.
અંક્લેશ્વરની નવજીવન હોટલ પાસે તે કાર લઇ કિશન ચુડાસમા (રહે. વેજલપુર, ભરૂચ)નો ફોન પર સંપર્ક કરી પહોંચાડી દે જે. તેમજ પાયલોટિંગ માટે રોહન ઠાકોર તેની કાર લઇને આવશે. જેથી તેઓ દારૂ લઇને નિકળ્યાં હતાં. એલસીબીની ટીમે સી ડિવિઝન પોલીસ મથકે ઝડપાયેલાં ત્રણેય આરોપી રાજન્દ્ર મિસ્ત્રી, દિવ્યેશ કાલરિયા તેમજ રોહન ઠાકોર સહિત વોન્ટેડ જિજ્ઞેશ પરીખ, પંકજ સોનવણે, કિશન ચુડાસમા તેમજ દારૂની કાર આપી જનાર ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.