Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર શાહી ફેકનાર કોંગી કાર્યકર સામે ગુનો દાખલ

ભરૂચમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર શાહી ફેકનાર કોંગી કાર્યકર સામે ગુનો દાખલ

 

ભરૂચ જિલ્લા કોંગ્રેસના ધરણાંમાં કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર શાહી ફેકનાર યુથ કોંગ્રેસના કાર્યકર નિખિલ શાહ સામે પોલીસે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને સમન્સ અને પૂછતાછના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેક્ટર કચેરી ખાતે દેખાવો, સુત્રોચ્ચારો કરાયા હતા. આ દરમિયાન યુથ કોંગ્રેસના નિખિલ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટા વાળા પોસ્ટર ઉપર શાહી ફેંકી હતી. દેખાવો કરી રહેલા કોંગી કાર્યકરોને ઉશ્કેરી ગમે તેમ સુત્રોચ્ચારો કરી શાંતિ ડોહળવાનો પ્રયાસ કરતા નિખિલ શાહને પોલીસે અટકાવવા જતા તેણે આવું કૃત્ય ચાલુ રાખ્યું હતું. જેમાં ભરૂચ એ ડિવિઝનના પી.એસ.આઈ. આર.કે. ધૂળકરે જાતે ફરિયાદી બની આ કોંગી કાર્યકર સામે લોકોને ઉશ્કેરવા, શાંતિ ડોહળવાનો પ્રયાસ અને પબ્લિક પ્રોપટી ડેમેજનો ગુનો દાખલ કર્યો હતો.

Related posts

મહિલા દિન નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

bharuchexpress

અંકલેશ્વર: મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા શાકભાજી વાળાને પોલીસ દ્વારા હટાવવામાં આવતા મહિલાઓએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

bharuchexpress

વાગરા: બંદૂકની અણીએ 2 બુકાનીધારીઓએ ચાંચવેલ નજીક પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવી રફુચક્કર, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો..

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़