અંકલેશ્વર શહેર પોલીસે 28 એસીના કોપરની પાઇપોની ચોરી કરનારા 3 શખ્સ ઝડપ્યા, માલ ખરીદનો ભંગારિયો પણ પકડાય
અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે 28 જેટલા એ.સીની કોપ૨ પાઈપની ચોરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી એ.સી આઉટ૨ના કોપર પાઇપના ટુકડાઓ 4 કિ.ગ્રા. અને 800 ગ્રામ કુલ કિં. રૂ. 2880નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર પોલીસ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ હતી.તે સમય દરમિયાન બાતમીદારથી માહિતી મળી હતી કે, વાલીયા ચોકડી પાસે આવેલા આશિર્વાદ હોટલની સામે ત્રણ ઇસમો કોપર પાઇપના ટુકડાનો ભંગાર એક મીણીયા થેલીમાં ભરીને વેચાણ ક૨વા માટે ફરી રહ્યા છે. પોલીસે મળેલી બાતમીના આધારે આશિર્વાદ હોટલની સામે આવેલા સર્વિસ રોડની સાઈડ પરથી વર્ણનવાળા ત્રણ ઇસમો દેખાતા ત્રણેય ઇસમોને સફળતા પૂર્વક તેમને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓએ ત્રણેક દિવસ પહેલા અંકલેશ્વર કોર્ટ તફ્ જવાના રોડ ઉપર આવેલી રોશની પ્લાઝા કોમ્પ્લેક્ષમાં એક બેન્કની પાછળની દિવાલ ઉ૫૨થી નિકળતા બેંક તથા જુદી જુદી ફાઇનાન્સની ઓફીસો મળી 28 જેટલા એ.સી.આઉટડોરના કોપ૨ પાઇપોની ચોરી કરીને કાઢી લીધા હતાં. તેના નાના-નાના ટુકડા કરી થોડાક કોપ૨ પાઇપના ટુકડા પ્રતિન ચોક્ડી પાસેના હોરીઝોન હોટલની બાજુમાં આવેલા ક્લુ ભંગારીયાને વેચ્યા હતાં. જ્યારે બાકીના કોપ૨ પાઈપના ટુક્ડા બીજા કોઇ ભંગારીયાને વેચાણ કરવા માટે ફરતા હતા.પોલીસે ત્રણેય આરોપીઓની પાસેથી એ.સી આઉટ૨ના કોપર પાઇપના ટુકડાઓ 4 કિ.ગ્રા અને 800 ગ્રામ મળીને કુલ કિ.રૂ 2880 નો મુદ્દામાલ કબ્જે કરીને ચોરીનો માલ ખરીદનાર રામચંદ્ર ઉર્ફે મેવાલાલ ગુપ્તા રહે ,હોરીઝન હોટલની બાજુમા, આસ્થા હોસ્પિટલ ,પ્રતિન ચોકડી , અંક્લેશ્વરના અટક કરી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
એસી કોપર પાઇપોની ચોરી કરનારા આરોપીઓ
( 1 ) કિશા રાધેશ્યામ ગૌડ હાલ રહે,પ્રતિન ચોક્ડી આજુબાજુ ફુટપાથ ઉપર , અંક્લેશ્વર શહેર જી.ભરૂચ મુળ રહે, અયોધ્યા, કાજીપુરા મહોલ્લા જી. અકબરપુર ( યુ.પી )
( 2 )અંકુશ દીલીપભાઇ જૈન ઉ.વ.22 હાલ રહે,પ્રતિન ચોકડી આજુબાજુ ફુટપાથ ઉપર,અંકલેશ્વર શહેર મુળ રહે, સીસોદા તા. નાથદ્વારા જી. ૨ાજસમંદ (રાજસ્થાન )
( 3 ) રાજુ ન૨બહાદુર થાપા ઉ.વ 25 હાલ રહે,પ્રતિન ચોકડી આજુબાજુ ફુટપાથ ઉપર, અંકલેશ્વર શહેર, મુળ ૨હે, તુલચીપુર તા. જી. ભલામપુ૨ (ડાંગ-નેપાળ)