Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંક્લેશ્વરમાં દશામાની મૂર્તિના ભાવમાં 10%નો વધારો

અંક્લેશ્વરમાં દશામાની મૂર્તિના ભાવમાં 10%નો વધાર

 

અંકલેશ્વર માં ચલાઉ વર્ષે આસ્થા સામે આવી મોંઘવારી નડી રહી હોવાનો સૂર વ્યાપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. દશામાં ના વ્રત ના ગણતરીના દિવસ બાકી છતાં ગ્રાહકોના નીકળતા મૂર્તિ વિક્રેતા માં નિરાશા ફેલાઇ છે. આગામી 28 મી જુલાઈ થી માં દશામાં ના વ્રત નો પ્રારંભ થશે. મૂર્તિ માં ભાવ માં 10 % વધારો સાથે શણગાર પણ મોંઘો થયો છે.

અંકલેશ્વર પંથક માં ભક્તિ આતુરતા થી માં દશામાં ના વ્રત ની રાહ જોઈ રહ્યા છે. જો કે આગામી 28 મી જુલાઈ અમાસ ના દિવસ થી શરુ થતા માં દશામાં ના વ્રત પહેલા મૃતિ ખરીદવા માટે જૂજ ગ્રાહકો હજી સામે આવતા વેપારીઓ માં નિરાશા જોવા મળી રહી છે. ખાસ કરી ચાલુ વર્ષે મૂર્તિ ના ભાવ માં 10 % નો વધારો થયો છે તો માતાજી નો શણગાર પણ મોંઘો થયો છે.

આ વચ્ચે અંકલેશ્વર વ્યાપારીઓ દ્વારા ચાલુ વર્ષે 2000 થી વધુ મૂર્તિઓ વેચાણ માટે મૂકી છે. એક ફૂટ થી લઇ 5 ફૂટ સુધી માતાજી ની પ્રતિ બજાર માં જોવા મળી છે. જો કે વ્રત ના પ્રારંભના ગણતરીના કલાકો બાકી હોવા છતાં હજી ગ્રાહકો જૂજ દેખાઈ રહ્યા હોવાની સાથે મંડી હોવાનું વેપારી પરેશભાઈ અને પ્રવીણભાઈ જણાવી રહ્યા છે.

અંતિમ દિવસે ગ્રાહકી નીકળે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરી ભાવ વધારા વચ્ચે લોકો ભાવ પૂછીને જતા રાહત હોવાનું પણ તેવો જણાવી રહ્યા છે. બજાર માં બુધવાર તેમજ ગુરુવાર ના સ્થાપના દિવસે ભક્તો ની ભીડ ઉમટી પડે તેવી સ્થિતિ વચ્ચે વેપારી ઓ હાલ તો આશા જીવંત કરી મૃતિ વેચાણ તરફ વળ્યાં છે.

Related posts

ઓમકારેશ્વર ડેમના 18 દરવાજા ખોલાયા નર્મદા ડેમની સપાટી 124.61 મીટરે પહોંચી

bharuchexpress

વાગરા તાલુકાની ૧૪ પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો

bharuchexpress

ઉનાળાની ૩૭ ડિગ્રીના તાપમાનમાં સાંસદ મનસુખ વસાવા બેઠા ઠંડા પાણીમાં

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़