ઝઘડિયા GIDCમાં લટાર મારતો દીપડો CCTVમાં કેદ
ઝઘડિયા તાલુકામાં વન્ય પ્રાણી દિપડાની વસ્તીમાં મોટા પ્રમાણમાં વધારો થયો હોવાની માહિતી સાંપડી રહી છે , ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર દિપડાએ પશુઓ પર હુમલા કર્યા હોવાની ઘટનાઓ તેમજ દીપડાએ દેખા દીધી હોવાની બનાવો ખૂબ વધારો થઈ રહ્યો છે.
તાલુકામાં શેરડીના કટીંગ થયા બાદ દીપડાઓનો વસવાટ ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં વધી ગયો હોવાથી વારંવાર જીઆઇડીસીમાં દીપડાઓ નજરે પડે છે , જેથી ઝઘડિયા જીઆઈડીસીમાં કામ અર્થે આવતાં કામદારોમાં ભયભિત બન્યા છે, ઝઘડીયા જીઆઇડીસી સ્થિત પેપ્સી કંપનીમાં રાત્રી દરમીયાન દીપડાની લટાર સીસી ટીવીમાં કેમેરામાં કેદ થવા પામી છે,રાત્રિ દરમિયાન કંપની ની વોલ પાસે લટાર મારતો દીપડો નજરે પડ્યો હતો આ દ્રશ્યો કંપની દ્વારા લગાવેલા સીસી ટીવી કેમેરામાં કેદ થયા હતા.