Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચના વેજલપુરમાં મુખ્ય માર્ગ ખખડધજ બન્યો, સ્થાનિકોએ આક્રોશ સાથે રસ્તાનું સમારકામ કરવા રજૂઆત કરી

ભરૂચના વેજલપુરમાં મુખ્ય માર્ગ ખખડધજ બન્યો, સ્થાનિકોએ આક્રોશ સાથે રસ્તાનું સમારકામ કરવા રજૂઆત કર

 

ભરૂચના વેજલપુરમાં મુખ્ય માર્ગો ઉપર દર ચોમાસામાં ખાડાઓ પડી જાય છે. આ વખતે પણ ખાડાઓ પડ્યા હતા. જોકે, પાલિકાએ આ ખાડા પુર્યા બાદ હતી એ જ સ્થિતિ જોવા મળી રહી છે. જેથી તંત્ર અને પાલિકા વિશેષ ધ્યાન આપે તેવી લાગણી સાથે સ્થાનિકોએ રસ્તાનું સમારકામ કરવા રજૂઆત કરી છે.

ભરૂચ વેજલપુરના સ્થાનિકોએ પાલિકા તંત્ર અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ખાડામાં ગયેલા માર્ગોને લઈ આક્રોશ ઠાલવ્યો છે. તેઓએ બિસ્માર રસ્તાને લઈ તેનું સમારકામ કરવાની માગ સાથે રજૂઆત કરી છે. માર્ગો ઉપર ખાડા વચ્ચે રસ્તો શોધવો પડે તેવી હાલત અંગે આક્રોશ વ્યક્ત કરી વેજલપુરમાં પાલિકા તંત્ર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ધ્યાન આપે તેવી ટકોર પણ કરાઈ છે. ખાડે ગયેલા રસ્તાના કારણે વાહનોને નુકસાની સાથે સ્થાનિકોને હાલાકી સહન કરવી પડતી હોય લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Related posts

ભરૂચ ખાતે ડી.એલ.એેફ.સી ( ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમિટિ )ની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી

bharuchexpress

14 નવેમ્બર પંડિત જવહરલાલ નેહરુ ની જન્મ જયંતિ નિમિતે આર્યા લેબર યુનિટી દ્વારા બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી

bharuchexpress

ભરૂચના દરિયાકાંઠે જમીનનું ધોવાણ રોકવા ચેરના વૃક્ષોનું વાવેતર જરૂરી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़