Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

નેત્રંગ-વાલિયાની 76 મંડળીને 38 લાખ દૂધનો ભાવફેર મળ્યો

  1. નેત્રંગ-વાલિયાની 76 મંડળીને 38 લાખ દૂધનો ભાવફેર મળ્યો

ભરૂચ જિલ્લાની દુધસરિતા દુધધારા ડેરી દ્વારા નેત્રંગ અને વાલિયા તાલુકાના 5250 જેટલા દૂધ ઉત્પાદકોને તેમના વાર્ષિક દુધના ફેટ પ્રમાણે 38.60 લાખનો ભાવફેર આપ્યો છે જેના ચેકનો વિતરણ કાર્યક્રમ નેત્રંગ સ્વામિનારાયણ મંદિરે ડિરેકટર સાગર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે દૂધમાં અને દરેક ક્ષેત્રે ટોપ 10 મંડળીનું સન્માન કરાયું હતું.બીએમસી ઉપયોગ કરતી મંડળીઓને પ્રોત્સાહિત કરાય હતી તેમજ વધુ મંડળી બીએમસી યુનિટ લગાવે તેના માટે વિવિધ માર્ગદર્શન અને સહાય તેમજ સહકાર આપવા જણાવ્યું હતું.ચંપાબેને પાંચ દૂધ મંડળીમાંથી આજે તાલુકામાં 54 મંડળી બનાવી કાર્યશીલ કરી છે.

દુધધારા ડેરીના ડિરેકટર સાગર પટેલે જણાવ્યું હતું કે દૂધના ભાવ માટે મહત્વનું ફેટ અને એસએનએફ છે જેના માટે હવે ચેક કરવા મશીન મુકવામાં આવશે. આદિવાસી બહેનોને પશુ સહાય વધુમાં વધુ આપવામાં આવશે જેથી પગભર થાય. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીનું ખાતું ખોલવા પહેલા 1 હજાર રૂપિયા સંઘ આપશે. આ ચેક વિતરણ સમારોહમાં દુધધારા ડેરીના એમડી નરેન્દ્ર પટેલ,જયપાલ કાપડિયા ફાયનાન્સ હેડ,કિશોરસિંહ વાસદીયા ,રામદેવ વસાવા,અશોક પટેલ સહિત દુધધારા ડેરીના કર્મચારીઓ અને દુધ ઉત્પાદક સભાસદોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

Related posts

આમોદ તાલુકાના નાહીયેર ગામ નજીક ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો, ઘટનામાં કોઈ જાનહાનીના એહવાલ નહીં..

bharuchexpress

આમોદ તાલુકાના ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક દ્વારા અચોક્કસ મુદતની હડતાળ

bharuchexpress

વાગરા: શ્રીમતી MMM પટેલ વિદ્યાલય ખાતે CISFના જવાનો દ્વારા ફાયર મોગડ્રિલ યોજાઈ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़