Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચના દરિયાકાંઠે જમીનનું ધોવાણ રોકવા ચેરના વૃક્ષોનું વાવેતર જરૂરી

ભરૂચના દરિયાકાંઠે જમીનનું ધોવાણ રોકવા ચેરના વૃક્ષોનું વાવેતર જરૂર

 

દર વર્ષે 26મી જુલાઇના રોજ ઇન્ટરનેશનલ ડે ફોર ધી કન્ઝર્વેશન ઓફ ધી મેંગ્રોવ ઇકો સિસ્ટમ એટલે કે વિશ્વ મેન્ગ્રોવ/ ચેર સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.છેલ્લા એક દશકથી ગુજરાતના દરિયા કિનારા પર મેન્ગ્રોવ વનોની સીમા વધી રહી છે. જોકે ગતિ થોડી ધીમી છે પરંતુ ભરૂચ જિલ્લા માટે આવા મેન્ગ્રોવ વૃક્ષ આશીર્વાદરૂપ છે.

ભરૂચ જિલ્લામાં દહેજ,જંબુસર તાલુકાના વાગરા અને આલિયાબેટ નજીકના કતપોર પાસે મેન્ગ્રોવ વૃક્ષ જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર ના પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થાના અમિત રાણા અને હાર્દિક પટેલ દ્વારા ભરૂચ જિલ્લાના મેન્ગ્રોવ વિસ્તારોની મુલાકાત લેતા મેન્ગ્રોવ નિરીક્ષણ અને અભ્યાસ કર્યો હતો. ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં મેન્ગ્રોવ છ પ્રજાતિઓ માંથી, ‘એવિસેનીયા મરીના’ અને ‘એવિસેનિયા ઓફિસીયનાલીસ’ સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી મેંગ્રોવ ની પ્રજાતિ છે.

દહેજ દરિયાઈ પટ્ટામાં આ બંને પ્રજાતિ જોવા મળે છે અને કતપોર પાસે ‘એવિસેનીયા મરીના અને આલ્બા પ્રજાતિ જોવા મળી છે. આલિયાબેટ પાસે આવા તવર નામે ઓળખાતા મેન્ગ્રોવ ના નાના છોડ અને તેના બીજ દ્વારા ઉગી નીકળેલા નાના છોડ પણ જોવા મળ્યા હતા. પણ ભવિષ્યમાં આવા વૃક્ષો ને ત્યાં બનેલી ભાડભૂત પ્રોજેક્ટ થી અસર થવાના એંધાણ છે. દહેજ અને વાગરા તાલુકામાં આવેલ ધાધર નદીના સતત બદલાતા વહેણ અને પ્રવાહ તેમજ સતત ભૂ ઘસારણ ના લીધે આવા વૃક્ષો માટે સમસ્યા રૂપ બની રહ્યા છે.તેમજ આલિયાબેટ ખરાઈ ઊંટ નો પણ એક પ્રકારનો આહાર હોય છે.

ભરૂચ જિલ્લામાં મેન્ગ્રોવ વૃક્ષોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન દ્વારા જમીન વિહોણા ખેડૂતો અને સ્થાનિક સમુદાય માટે આજીવિકાનો સ્ત્રોત અને રોજગારી પણ ઉત્પન્ન કરી શકે છે. અમિત રાણા એ કહ્યું હતું કે વન વિભાગ કે સી એસ આર ફંડ અંતર્ગત ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્ય નાં અને ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મેનગ્રોવ્ઝ નાં રોપા નુ વાવેતર કરવામાં આવે અને દરિયાઈ પટ્ટી વિસ્તારના તમામ તાલુકાઓમાં મેનગ્રોવ્ઝ (ચેર) નાં રોપા માટે ની નર્સરી બનાવવામાં આવે તે જરૂરી છે.

Related posts

અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટ રસ્તા પર બેસતા પથારાવાળાઓની સમસ્યાનું સમાધાન આવ્યું…

bharuchexpress

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા લુપિન કંપનીના સહયોગથી જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું…

bharuchexpress

ભરુચ: જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીશ્રીની ૧૧ માસની મુદ્દત માટે નિમણૂંક કરવા અંગેની અખબારી યાદી જાહેર કરાઈ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़