ભરૂચના હજીખાના બજારમાં આવેલી વર્ષો જૂની શ્રેયસ હાઈસ્કૂલની દીવાલ ધરાશાયી, શાળાને સીલ મરાયું
ભરૂચના હજીખાના બજારમાં આવેલી વર્ષો જૂની અત્યંત જર્જરિત શ્રેયસ હાઇસ્કૂલની દીવાલ મંગળવારે સવારે તૂટી પડી હતી. જોકે, પાછળના ભાગે ધરાશાયી થયેલી દિવાલથી આગળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સદનસીબે બચાવ થયો હતો.
આ ઘટનાને પગલે પાલિકાના ફાયર ફાઇટરોએ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જેમાં શાળાનું મકાન અત્યંત જોખમી હોવાનો રિપોર્ટ કરી શાળાને સીલ કરી દીધી છે. આ શાળામાં 80 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
બીજી તરફ શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓએ ઘટના અંગે જણાવ્યું હતું કે, 2001 ના ભૂકંપમાં શાળાના મકાનને નુકસાન થયું હતું. તંત્ર અને સરકાર પાસે જમીન કે વૈકલ્પિક વ્યવસ્થાની શારદા એજ્યુકેશન ટ્રસ્ટે રજૂઆત કર્યાના 21 વર્ષ થવા છતાં કોઈ ઉકેલ લવાયો નથી.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી