Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ હાઇવે પર ટ્રેલરે એક કારને બચાવવા જતા 4 કાર અને 15 બાઇકનો કચ્ચરઘાણ વાળી દીધો, મોટી જાનહાનિ ટળી

ભરૂચ હાઇવે પર ટ્રેલરે એક કારને બચાવવા જતા 4 કાર અને 15 બાઇકનો કચ્ચરઘાણ વાળી દીધો, મોટી જાનહાનિ ટળી

ભરૂચ હાઇવે ઉપર વડદલા નજીક વડોદરાથી પુર ઝડપે આવતા ટ્રેલર ચાલકે સોમવારે એકસ્માતની હારમાળા સર્જી દીધી હતી. વડદલા પાસે હાઇવે ઉપર વડોદરાથી એક ટ્રેલરનો ચાલક પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એક કાર ચાલક સાથે અકસ્માત સર્જતાં અટકાવવા તેને અકસ્માતની કતાર સર્જી દીધી હતી. આ ટ્રેલર ચાલકે 4 કાર અને 15 મોપેડને હાઈવને અડીને આવેલા કારના શો-રૂમ પાસે જ એક બાદ એક અડફેટે લઈ ફંગોળતા કોઈ ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

સાગમટે 19 વાહનોને અડફેટે લીધા બાદ આ યમદૂત બનીને ત્રાટકેલું ટ્રેલર કારના શો-રૂમની દીવાલ તોડીને અટક્યું હતું. એક ટ્રેલરે 19 વાહનો સાથે સર્જેલા આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ કે ઇજા પોહચી ન હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતના પગલે હાઇવે ઉપર જ્યાં જુઓ ત્યાં નુકશાની ગ્રસ્ત વાહનો જ્યાં ત્યાં ફંગોળાયેલા જોવા મળ્યા હતા. જેને લઈ ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ઘટના અંગે સી ડિવિઝન પોલીસ મથકે ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ હતી. અકસ્માતમાં 4 કાર અને 15 વાહનોના માલિકોને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

Related posts

સાબરમતી આશ્રમના નવીનીકરણના વિરોધ સાથે મહારાષ્ટ્રના સેવાગ્રામથી સાબરમતી સુધી નીકળેલી યાત્રા ભરુચ આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું

bharuchexpress

અંકલેશ્વર: બાકરોલ બ્રિજ નીચેથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે 3 નશાના સોદાગરોને SOG એ ઝડપ્યા

bharuchexpress

અંકલેશ્વર GIDC માં એક મહિના પહેલા જ પ્રોડક્શન શરૂ કરનાર મહાકાળી ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં લાગી આગ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़