Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચમાં તાંત્રકે મહિલાઓ સાથે ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, તાંત્રિક વિધિ કરી હેરાન કરતો હોવાના પણ આક્ષેપ

ભરૂચમાં તાંત્રકે મહિલાઓ સાથે ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, તાંત્રિક વિધિ કરી હેરાન કરતો હોવાના પણ આક્ષેપ

ભરૂચના જુના તવરા ગામ પાસે આવેલા શ્રી નિવાસ ફેઝ-2 બંગલોઝમાં તાંત્રિકે મહિલાઓ સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તાંત્રિક મહિલાઓને ખરાબ નજરે જોઈને ઈશારા કરી હેરાન કરતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે.

ભરૂચના જુના તવરા ગામ પાસે આવેલ શ્રી નિવાસ ફેઝ-2 બંગલોઝમાં રહેતી ઇલાબેન મહજી પરમાર અન્ય સોસાયટીની મહિલાઓ સાથે સોસાયટીના ગાર્ડનમાં બેસવા ગયા હતા. તે દરમિયાન ગાર્ડન સામે રહેતા શિવદયાલ ગોવિંદલાલ શ્રીવાસ્તવ મહિલાઓને રાતે ગાર્ડનમાં આવો છો તેમ કહી અપશબ્દો ઉચ્ચારી ખરાબ નજરે જોઈને ઈશારા કરી મહિલાઓને હેરાન કરતો હતો. તેમજ મહિલાઓ ઘર બહાર કામ કરતી હોય તો મોબાઈલમાં ફોટો પાડી ઝઘડો કરી તમે બધા મકાનો ખાલી કરી જતા રહો તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત તાંત્રિક વિધિ કરી ચોખા અને કંકુ ઘરોના દરવાજા પાસે નાખી હેરાન કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે સી ડિવિઝન પોલીસે તાંત્રિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભરૂચના નંદેલાવ અને ભોલાવ વિસ્તારમાંથી બની બેઠેલી મહિલા ઠગ તાંત્રિકો એ અન્ય મહિલાઓને વ્યસન મુક્તિ, સંતાન પ્રાપ્તિ જેવી બાબતોએ છેતરી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આવા તત્વો સામે સખ્ત કર્યાવાહી થાય તે અત્યંત જરૂરી છે.

Related posts

ભરૂચ એલ સી બી ટીમ ની સરાહનીય કામગીરી

bharuchexpress

જંબુસરના અણખી ગામની દૂધડેરીમાં દૂધની ગુણવત્તા તપાસવા મુદ્દે થઈ મારામારી, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ

bharuchexpress

ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમોનો ચપ્પુ વડે હુમલો, પિતાનું 7 દિવસની સારવાર બાદ સુરત ખાતે મોત

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़